તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:રૂપિયાની લેતીદેતી મુદ્દે આવેલા 5 શખ્સે ઓફિસમાં તોડફોડ કરી

ગાંધીધામ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કન્ટેનર ટર્મી.ના સંચાલકે કંડલા મરિનમાં ગુનો નોંધાવ્યો

ભારાપર પાસે કન્ટેનરના ધંધાર્થીની ઓફિસમાં ધોકા લઇને આવેલા 5 ઇસમોએ રૂપિયાની લેતી દેતી બાબતે તોડફોડ કરી હોવાની ફરિયાદ કંડલા મરિન પોલીસ મથકે નોંધાઇ છે. મુળ મુન્દ્રાના ગુંદાલા ગામના હાલે ગાધીધામ વોર્ડ-9/બી માં રહેતા 55 ભરતભાઇ મેઘજીભાઇ શાહે કંડલા મરીન પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમણે આજથી ત્રણેક વર્ષ પહેલાં રૂ.35 લાખ દિશાંત ખેમચંદ ગઢવી પાસેથી ધંધાર્થે લીધા હતા. તે પૈકી રૂ.15 લાખ દિશાંત ગઢવીને પરત આપી દીધા હતા.

બાકીના રૂ.20 લાખ દિશાંતે દર્શક ધોળકિયાને હવાલો આપ્યો હતોઅને બાકીની રકમ હવે દર્શક ધોળકીયાને આપવાનું જણાવતાં તેઓ દર્શકને મળ્યા હતા અને પૈસા ટુંક સમયમાં આપી દઇ કહ્યું હોવા છતાં તેણે અવાર નવાર ફોન કરી જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. ગત સાંજે તે પોતાની સાથે અજાણ્યા 4 ઇસમો સાથે ધોકા લઇને તેમના પુત્ર કૌશલની ભારાપર ખાતે આવેલી પરફેક્ટ કન્ટેનર ટર્મીનલની ઓફીસે આવ્યો હતો.

અને ત્યાં કામ કરતા અનિલને ભરતભાઇ ક્યાં છે પૂછતાં અનિલે ખ્યાલ નથી હોવાનું જણાવતાં આ પા઼ચે જણાએ કોમ્પ્યુટર, લેપટોપ અને સીસી ટીવી કેમેરામાં તોડફોડ કરી સીસી ટીવી કેમેરાની હાર્ડ ડીસ્ક લઇ જઇ રૂ.70 થી રૂ.80 હજારનું નુકશાન પહોંચાડ્યું હતું. તેમની ફરિયાદના આધારે કંડલા મરીન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...