કામગીરી:ગાંધીધામ અને અંજારમાં પોર્નોગ્રાફી તળે 5 સામે પગલા, વધુ તપાસ માટે મોબાઇલ FSLમાં મોકલાયા

ગાંધીધામ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીધામના ચાર કિસ્સા ચોપડે ચડ્યા

ગાંધીધામ સંકુલમાં ચાર અને અંજારના ખેડોઇ ખાતે એક ઇસમના મોબાઇલમાંથી ચાઇલ્ડ પોર્નોગ્રાફીને લગતો વીડીયો અપલોડ કરાયો હોવાની મળેલી સાયબર ક્રાઇમની ટીપના આધારે તમામના મોબાઇલ તપાસી વધુ તપાસ માટે એફએસએલમાં મુકાયા છે.

સાયબર ક્રાઇમની મળેલી ટીપલાઇનના આધારે એ-ડિવિઝન પોલીસે મહેશ્વરીનગર રહેતા ભીમજીભાઇ ગાભાભાઇ મહેશ્વરી અને ગળપાદર રહેતા કિશનભાઇ દામજીભાઇ મહેશ્વરી, તો બી-ડિવિઝન પોલીસે રોટરીનગરમા઼ રહેતા વિનોદ મેઘાભાઇ મહેશ્વરી અને જગદિશ ત્રીલોકભાઇ મોર્યાનો મોબાઇલ તપાસી તેમાં ચાઇલ્ડ પોર્નોગ્રાફીને લગતું સાહિત્ય ડીલીટ કર્યુ઼ હોવાની શ઼કા સાથે કાર્યવાહી કરી એફએસએલ માટે મુક્યા હતા.

તો અંજારના ખેડોઇ રહેતા મહિપાલસિંહ ભીખુભા જાડેજાના મોબાઇલ પણ ચકાસી ચાઇલ્ડ પોર્નોગ્રાફી તળે કાર્યવાહી અંજાર પોલીસે કરી હતી. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા પણ પોલીસ દ્વારા પોર્નોગ્રાફી તળે વિવિધ સ્થળો પર તપાસણી કરીને પગલા ભરવામાં આવ્યા હતા અને સંબંધિત બાબતે ફરિયાદ પણ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...