તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:નવાગામની કંપનીમાંથી ચોરી કરનાર 5 પકડાયા: 1.30 લાખનો મુદ્દામાલ જપ્ત

ગાંધીધામ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુરો સિરેમિકમાંથી બે મોટર અને કેબલની તસ્કરીની ઘટના
  • પોલીસે બે બાઇક, મોબાઇલ અને કેબલ સહિત મુદ્દામાલ કબ્જે કરાયો

ભચાઉ તાલુકાના નવા ગામ પાસે બંધ પડેલી યુરો કંપનીમાંથી બે મોટર અને કેબલની ચોરીને અંજામ આપનાર બે કાયદાના સંઘર્ષમાં આવેલા સહિત 5 તસ્કરોને સ્થાનિક પોલીસે દબોચી લઇ બે બાઇક, 4 મોબાઇલ અને તાંબા સહિત કુલ રૂ.1.30 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ભચાઉના પીઆઇ એસ.એન.કરંગીયાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, નવાગામ સ્થિત હાલે અંડર લીક્વીડેશન નેશનલ કંપની લો ટ્રીબ્યુનલ અંતર્ગત રહેલી યુરો સિરામિક લિમિટેડ કંપનીમાં આવેલા પ્લાન્ટમાંથી ગત તા.27/06 થી 29/06 વચ્ચેના ગાળામાં કોઇ શખ્સોએ પ્રવેશ કરીને ચોરીને અંજામ આપનાર ચોપડવાનો કલ્પેશ અમુભાઇ ઉર્ફે ઉમરભાઇ શિરાચ, નવાગામનો રાહુલ ઉર્ફે ભુરો હોથીભાઇ છુછીયા, વોંધનો જાનમામદ આમદ જુણેજા તેમજ બે કાયદાના સંઘર્ષમાં આવેલા બે કિશોરને ભચાઉના ભંગારવાડામાંથી રૂ.40,000 ની કિંમતના કેબલમાંથી બાળીને કાઢેલા 128 કિલોગ્રામ તાંબાના જથ્થા સાથે પકડી લઇ બે બાઇકો, 4 મોબાઇલ સહિત કુલ રૂ.1,30,000 નો મુદ્દામાલ કબજે કરી વધુ પુછપરછ હાથ ધરી છે. કંપનીમાં સિક્યોરીટી સંભાળતા બાબુભાઈ રબારીએ તા.29/6 ના રોજ ભચાઉ પોલીસ મથકે આ ચોરીની ફરિયાદ નોંધાવી હતી.

વાંઢીયા-શિકારપુર વચ્ચે ચોરાઉ બાઇક સાથે 1 પકડાયો

​​​​​​​સામખિયાળી પોલીસ મથકની નજીક આવેલી ટ્રાન્સપોર્ટની ઓફિસ પાસેથી રૂ.25 હજારની કિંમતનું બાઇક ચોરાયું હોવાની ફરિયાદ નોંધાયા બાદ બીજા જ દિવસે સ્થાનિક પોલીસે મળેલી બાતમીના આધારે વાંઢીયા અને શિકારપુર ત્રણ રસ્તા પાસેથી ચોરાઉ બાઇક સાથે વાંઢીયાના કિશન પ્રવિણભાઇ સાધુને પકડી લઇ એકજ દિવસમાં આ વાહન ચોરીનો ભેદ ઉકેલી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...