તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વીજળીની સુવિધાનો અભાવ:જિલ્લામાં 4900 પરિવારોને દિવાના અજવાળાની ઝંખના, વિકાસના દાવાઓની ભરમાર અવારનવાર થાય છે

ગાંધીધામ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 445672 કુટુંબના વર્ગીકરણ બાદ ઉપસ્તું ચિત્ર
 • ગાંધીધામ શહેર વિસ્તારમાં 443 કુટુંબ દિવાબતીની સુવિધા વિહોણા
 • ભુજમાં સૌથી વધુ 870 પરિવારોને માટે લાઈટ ઝાંઝવાના જળ સમાન

રાજયથી કેન્દ્ર સરકાર વિકાસનો મંત્ર ફૂકી કો ઈ પરિવાર વિકાસની વણઝારથી વંચિત નહી રહે તેવા દાવા કરવામાં આવે છે.હકિકતેજમીની સ્તર પર ચિત્ર જુદું જ જોવા મળતું હોય તેવી પ્રતિતી થાય છે.રાજયમાં ભૌગોલિક નજરે સૌથી મોટા વિસ્તાર ધરાવતા જિલ્લામાં વિકાસ ધણો થયો પણ હજુ ધણું કરવાનું બાકી છે.જિલ્લામાં ઘરગણતરી-2011નો અભ્યાસ કરવામાં આવે તો ધણા વિસ્તારોમાંવીજળીના અજવાળા પ્રવેશી શકયા નથી. ઘરે ઘરે વીજળી આપવાના વાયદાઓ તો દરેક સરકાર અને તેના ચુટાયેલા પ્રતિનીધીઓએ કર્યા પરંતુઅંધકાર ઉલેચવા માંગતા પરિવારો માટે દિવા બતી ઝાંઝવાના જળ સમાન સાબિત થઈ છે.

જિલ્લામાં આજે પણ4902 પરિવાર ધરમાં રોશનીનો ઝગમગાટ થાય તે માટે તલસી રહયા છે.કોણ જાણે કયારે આ પરિવારો નું સ્વપ્ન સાકાર થશે.માનવીના જીવનનું સ્તર જમાના અને વિકાસની દોડમાં બદલાતું રહયુ છે.રસ્તા,પાણી,વીજળી જેવી જરૂરીયાત પરિપૂર્ણ કરવા માટે કાચા,ગાડા વાટના રસ્તાઓનું નવીનની કરણ કરી ગામના ખુણે ખુણેરસ્તાની સારી સુવિધા મળે તે માટેના પ્રયત્નો કરવામાં આવ્યા છે.પહેલા કુવા કે તળાવમાંથી પાણી લાવવામાં આવતુ હતુ તેમાં ઘણો સુધારો આવ્યો છે. ઘણા પરિવારોને ઘરમાં પાણીની ચકલી ખોલે પાણી હાજર થઈ જાય છે.

પરંતુ ઘણા વિસ્તારોમાં આજે પણ પાણીના ટીપે ટીપા માટે દુર દુર સુધી માથે બેડા લ ઈ મહિલાઓને રઝળપાટ ખાસ કરીને અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં કરવી પડે છે તે વાસ્તવિકતા છે.જયારે શહેના માનવીથી લઈ ગામડાના જણ સુધી જરૂરિયાતની વસ્તુ બની ગઈ છે તેવા વીજળીના મામલે હજુ ઘણુ કરવાનું બાકી છે તેમ કહી શકાય. ઘરે ઘરે વીજળી પહોચાડવાના અભિયાનના સિકકાની બીજી બાજુ જોવામાં આવે તો કેટલાય પરિવારો વીજળીના ચમકારા માટે આજે પણ ઝઝૂમી રહયા છે.

ગામડાઓની હાલત ખરાબ
મહાત્મા ગાંધીજી કહેતા ભારત ગામડાઓમાં વસેછે.અગાઉ ગામડાઓમાં વિકાસ મંત્રનો અવાજ પહોચયો ન હતો તેવા સમયે ગામડાઓ સમૃધ હતા.ખેતીવાડી સહિતના પરંપરાગત વ્યવસાય સાથે સંકળાયેલા લોકો ગામડામાં જવસવાટ કરીપોતાનુ જીવન વ્યતિત કરતા હતા.આજે શહેરની સાધન,સંપન્ન જિંદગીની આબોહવાના રંગમા રંગાઈ ગામડામાંથી લોકો શહેર તરફ વળ્યા જેના કરાણે ગામડા ભાંગતા ગયા.જિલ્લામાં ધરમાં વીજળી થકી દિવાબતીની વાત કરવામાં આવેતો3718 પરિવારોસુધી દિવાબતી પહોચી નથી જયારે શહેરોમાં પણ1277પરિવારો દીવા બતી ની રાહ જોઈ બેઠા છે.

દિવાબતી વંચિત

પરિવારનું ચિત્ર
તાલુકોસંખ્યા
લખપત498
રાપર890
ભચાઉ248
અંજાર467
ભુજ870
માંડવી335
મુન્દ્રા317
અબડાસા241
નખત્રાણા342
ગાંધીધામ572

દિવાબતીના સ્ત્રોત
વીજળી ઉપરાંત દિવા બતી માટે લોકો અંધારા ઉલેચવા કેરોસીન,સૌર ઉર્જા,અન્ય તેલનો ઊપયોગ કરી રહયાનું તારણ નીકળી રહયું છે. ઉલ્લેખનિય છે કે બંદર પર વીજ લોડ વધારો એકત્ર કરી બંદરના વિભાગોથી લઈ અન્ય સ્થળો પર વીજળી પહોચાડી અંધકારના ઓળા દુર કરી કર્મચારીઓને પડતી મુશ્કેલી દુર કરવાની સાથે બંદર પર વીજ લોડ અપુરતો આવતો હોય છાસવારે અંધકારના પગલે અકસ્માતના બનાવો બનતા હતા તેનુ ઉપર અંકુશ લાવવાનો સરાહનીય પ્રયાસ કર્યો છે તેમ કહી શકાય.

ચૂંટણી ટાંણે મસ્ત મોટા વાયદાઓ થતા હોય છે
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે. આગામી દિવસોમાં ચૂંટણી કોરોનાના પગલે થાય છે કે કેમ, તેનું ચીત્ર સ્પષ્ટ થશે. પરંતુ સામાન્ય રીતે મતદારોને રીઝવવા માટે રાજકીય પક્ષો પોતાના ઢંઢેરાઓ બહાર પાડીને મતદારોને રીઝવવા પ્રયત્ન કરતા હોય છે. જેમાં કરવામાં આવતા કામોનો ઉલ્લેખ, પછી ચૂંટાયા બાદ કેટલા કામો થાય છે. તે નક્કી હોતું નથી. પરંતુ વાયદાઓ મોટા કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો