તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીકરણ:બ્રહ્મસમાજ, પાટિદાર સમાજના કેમ્પમાં 473ને વેક્સિન અપાઇ

ગાંધીધામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 45 વર્ષથી વધુના માટે બીજા ડોઝ માટે કરાયું હતું આયોજન, બહોળી સંખ્યામાં લોકો ઉમટ્યા

કોરોના સામે રક્ષણ મળી રહે તે હેતુથી તંત્રની સાથે સેવાભાવી સંસ્થાઓ અને જુદા જુદા સમાજો અને તાલુકા આરોગ્ય કચેરી દ્વારા રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. પાટિદાર સમાજ અને ઔદિચ્ય બ્રહ્મસમાજે પણ આવા કેમ્પનું આયોજન કરતા કુલ 473 લોકોને વેક્સિનનો લાભ મળ્યો હતો.

ઔદિચ્ય બ્રહ્મસમાજ દ્વારા બ્રહ્મસમાજ શૈક્ષણિક સંકુલ, વાડી ખાતે બીજા ડોઝ માટેનું આયોજન કરાયું હતું. જેમાં બહોળી સંખ્યામાં વહેલી સવારથી લોકો ઉમટી પદ્યા હતા. જેમાં કુલ 168 લોકોને વેક્સિન અપાઈ હતી. જેમાં બ્રહ્મસમાજના પ્રમુખ રાજેંદ્રભાઈ રાવલ, સપીમભાઈ જોશી, વિપુલ મહેતા સહિતના આગેવાનોએ સહયોગ આપ્યો હતો. તો સમસ્ત પાટીદાર સમાજ યુવા ક્રાંતિ દળ દ્વારા પાટીદાર ભવન ખાતે 45વર્ષ થી ઉપરના તમામ લોકોને વેક્સિનેશનનો બીજો ડોઝ આપવા માં આવ્યો હતો. કુલ 305 લોકોને વેક્સિન આપવામાં આવી હતી.

કાર્યક્રમ ને સફળ બનાવવા માં સમસ્ત પાટીદાર સમાજ યુવા ક્રાંતિ દળ નાં પ્રમુખ હરેશ ભગત, મંત્રી સ્નેહલ ભૂવા , પિયુષ પાડલીયા, કિશોર, ચિરાગ,આશિષ પાડલીયા,વિનોદ વાસાણી,નિલેશ અને અંબારામ પોકાર અને સમસ્ત પાટીદાર સમાજના પ્રમુખ મુકેશભાઈ પટેલ અને ઉપપ્રમુખ પ્રવીણ પટેલ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...