હવામાન વિભાગ:કંડલા (એ)માં 42.2 ડિગ્રી સે. તાપથી ગાંધીધામ, અંજાર, ગળપાદર શેકાયા

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • લૂના કારણે બપોરના ભાગે કુદરતી સંચારબંધી
  • આગામી 5 દિવસ સુધી મોટા ફેરફારની શક્યતા નહિવત

કચ્છમાં ધોમધખતો તાપ બરકરાર રહ્યો છે અને ભુજમાં પારો નીચે સરક્યા બાદ કંડલા એરપોર્ટ પર ઉંચકાતાં ગાંધીધામ, અંજાર, આદિપુર, ગળપાદર વિસ્તાર શેકાયો હતો અને હવામાન વિભાગના કહેવા મુજબ આગામી 5 દિવસ મહત્તમ તાપમાનમાં કોઇ મોટા ફેરફારની શક્યતા નહિવત છે, જેથી કચ્છવાસીઓને પ્રખર તાપ હજુ હંફાવશે.

ભુજમાં ગુરૂવારે મહત્તમ તાપમાન 41.6 ડિગ્રી સે. રહ્યા બાદ શુક્રવારે પારો નીચે સરકીને 40.8 ડિગ્રી સે. રહેતા શહેરીજનોને બળબળતા તાપમાંથી આંશિક રાહત મળી હતી. તો વળી કંડલા એરપોર્ટમાં તાપમાનનો પારો ઉંચકાઇને 42.2 ડિગ્રી સે. રહેતાં ગાંધીધામ, આદિપુર, અંજાર અને ગળપાદર વિસ્તારમાં બપોરે કુદરતી સંચારબંધી જોવા મળી હતી.

કંડલા એરપોર્ટ શુક્રવારે રાજકોટ 42.4 ડિગ્રી સે. બાદ રાજ્યનું બીજા નંબરનું ગરમ મથક બની રહ્યું હતું. કચ્છમાં મહત્તમ તાપમાન 35થી 42.2 ડિગ્રી સે. વચ્ચે રહ્યું હતું, જેમાં સૌથી વધુ કંડલા એ.માં મહત્તમ 42.2 ડિગ્રી સે., લઘુત્તમ 23.8 ડિગ્રી સે., ભુજ અધિકત્તમ 40.8 ડિગ્રી સે., ન્યૂનત્તમ 23.6 ડિગ્રી સે., કંડલા પોર્ટ મહત્તમ 39.4 ડિગ્રી સે., લઘુત્તમ 25 ડિગ્રી સે. અને નલિયામાં મહત્તમ 35 ડિગ્રી સે., લઘુત્તમ 23 િડગ્રી સે.રહ્યું હતું.

રાજ્યના 6 ગરમ મથકોમાં કચ્છના 2

રાજકોટ42.4
કંડલા (એ)42.2
સુરેન્દ્રનગર41.8
અમદાવાદ41.4
વડોદરા40.9
ભુજ40.8
અન્ય સમાચારો પણ છે...