ગાંધીધામમાં વધુ એક ઓનલાઈન ઠગાઈની ફરિયાદ ચોપડે ચડી હતી, સુંદરપુરીમાં રહેતા યુવાનને ઓનલાઈન સસ્તામાં શોપિંગ કરવાની લાલચ આપીને એક લીંક મોકલીને તેના થકી, ફરિયાદીના ખાતામાં રહેલા 41 હજાર જેટલા રોકડને પોતાના ખાતામાં જમા કરી લેવાયા હતા.
ગાંધીધામના એ ડિવિઝન પોલીસ મથકે મુળ બનાસકાંઠાના અને હાલમાં નવી સુંદરપુરીમાં રહેતા વિજયભાઈ પ્રજાપતીએ ચાર અલગ અલગ મોબાઈલ નંબરનો ઉપયોગ કરનાર વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી હતી. એફઆરઆઈ દાખલ કરતા તેમણે જણાવ્યું કે અજાણ્યા ઈસમે ફરીયાદીને સસ્તા ઓનલાઈન શોપિંગની લાલચ આપીને વિશ્વાસમાં લઈને એક લીંક મોકલી હતી, જેના પર ફરિયાદીએ લીંક ખોલતા એ.યુ. સ્મોલ ફાઈનાન્સ બેંક ખાતા નંબરમાંથી અલગ અલગ મળીને કુલ 41,072 રુપીયા આરોપીએ પોતાની બેંકના ખાતામાં જમા કરાવી લીધા હતા. ત્રણ મહિના પહેલા બનેલા આ બનાવની પોલીસ ફરિયાદ હવે જઈને નોંધાઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.