તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:સામખિયાળી પાસે કતલખાને લઇ જવાતા 41 અબોલ જીવો બચાવાયા

ગાંધીધામ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લાકડિયાના ગૌરક્ષકને માહિતી મળ્યા બાદ પોલીસને સાથે રાખી કરાઇ કામગીરી

સામખીયાળી નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરના ટોલ પ્લાઝા પાસેથી પૂર્વ બાતમીના આધારે પોલીસની મદદ સાથે અખિલ ભારતીય નવયુગ સંસ્થાના સ્વયંસેવકો દ્વારા ટ્રકમાં કતલખાને લઇ જવાતા 41 અબોલ જીવોને મુક્ત કરી બચાવી લેવાયા હતા. લાકડિયામાં રહેતા ગૌ સેવક અને અખિલ ભારતીય નવ યુવક મંડળના બીપીન ઠાકરશીભાઇ ગામોટને ગત રાત્રે બાતમી મળી હતી કે, અંજાર બાજુથી નિકળેલી ટ્રકમાં ભેંસો અને પાડા ભરી અમદાવાદ તરફ કતલખાને લઇ જવાઇ રહ્યા છે.

આ ખબર મળતાં જ તેમણે સામખિયાળીના જીવદયાપ્રેમી ગીરજાશંકર ઉર્ફે બાબુ મારાજ મુળશંકર જોષી તેમજ આદિપુરના પ્રવિણભા ઉર્ફે રાજભા નારાણભા ગઢવીને બોલાવી સામખિયાળી પોલીસને જાણ કરી તેમને સાથે રાખી સામખિયાળી ટોલ પ્લાઝાથી થોડે દૂર વોચ રાખી હતી તે દરમિયાન રાત્રે 11 વાગ્યે બાતમી મુજબની ટ્રક આવતાં તેને રોકી ટ્રકના ચાલક અંજારના હુશેનશા હાજીશા શેખને પુછતાં તેણે ટ્રકમાં સિમેન્ટ ભર્યો હોવાનું જણાવતાં તેને સાથે રાખી ટ્રકની તલાસી લેતાં તેમાં ત્રાસ દાયક રીતે બાંધેલા અબોલ જીવો ખીચોખીચ ભરેલા જોવા મળ્યા હતા જેમાં અમુક પાડા બેભાન હાલતમાં પણ હતા.

આ તમામ ભેંસ નંગ 1, પાડા નંગ 39 અને પાડી નંગ 1 એમ કુલ 41 અબોલ જીવો ને મુક્ત કરી લાકડિયા પાંજરાપોળ લઇ જવાયા હતા. બીપીન ઠાકરશીભાઇ ગામોટે હુશેનશા હાજીશા શેખ વિરૂધ્ધ સામખિયાળી પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...