તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ફેશન ડિઝાઇન અને ઇન્ટિરિયર ડિઝાઇન ના કોર્સ કરાવતી આદિપુર ની સંસ્થા વિઝ્યુઅલ પેલેટ ડિઝાઇન સ્ટુડિયો અને લાયોનેસ ક્લબ દ્વારા “ક્રીએટીવ ફૅશન ટેલેન્ટ હન્ટ 2021” માં બેસ્ટ કીએટિવ મોડલ અને બેસ્ટ એન્કર માટે તારીખ 30 જાન્યુઆરીના ઓડિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 40 જેટલા લોકોએ ભાગ લીધો હતો.
આ ઓડિશનના જજીસ ગુલ દરિયાની, ખુશી પરદાસાની, આશા ગુલરાજાણી, કપિલ મનવાણી વગેરેએ પોતાનો સહયોગ આપ્યો હતો. પર્સનાલીટી ડેવલપમેન્ટ અને ગ્રૂમિંગ સેશન પણ લેવાયા હતા. એન્કર ચાર્મી રાજગોરે સહયોગ આપ્યો હતો. ગિફ્ટનું વિતરણ મારવાડી યુવા મંચના જીતેન્દ્ર જૈન દ્વારા કરાવવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં અંજાર એજ્યુકેશન સોસાયટીના ડો. શિલ્પા ભટ્ટ, એડવોકેટ પારુલ સોની, વીએસએસ ના સુજાતા પ્રધાન અને લાયન્સ ક્લબના પ્રેસિડેન્ટ મીત સચદે ની ઉપસ્થિતિ વિશેષ રહી હતી. વિઝ્યુઅલ પેલેટ ના વડા જાગૃતિબેન જેમ્સ ઠક્કરનું કહેવું છે કે આ ઇવેન્ટ દ્વારા ક્રિએટિવ ટેલેન્ટ ને પ્રોત્સાહન મળે છે અને તેમના કૌશલ્યને પ્લેટફોર્મ મળે છે.ઓડિશન માં પસંદગી પામેલા સ્પર્ધકોને 20 ફેબ્રુઆરી ના યોજનારા ફેશન શોમાં ભાગ લેવાનો મોકો મળશે. આ કાર્યક્રમને સફળ બનાવવા ક્લબના પ્રેસિડેન્ટ આશાબેન ગુલરાજણીએ જહેમત લીધી હતી.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.