તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કચ્છ હજી સજાનો જિલ્લો ?:સજામાં 4 કર્મી કચ્છ મુકાયા

ગાંધીધામ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કચ્છના પોલીસ કર્મીઓની માગણીના આધારે બદલી કરાઇ પણ
  • પશ્ચિમ કચ્છના 15 અને પૂર્વના 5 પોલીસકર્મીની જિલ્લા બહાર બદલી

પહેલાના સમયમાં કચ્છ એ સરકારી કર્મચારીઓ માટે સજાના જિલ્લા તરીકે ઓળખ ધરાવતો હતો પરંતુ હાલમાં જે પોલીસ બદલીઓના આદેશ છૂટ્યા છે તેમાં બુટલેગરો સાથે ઘરોબો ધરાવનાર ખેડાના એક પીએસઆઇ સહિત 4 પોલીસ કર્મીઓની બદલી રાજ્યના પોલીસવડાએ કચ્છ કરતાં આ જિલ્લાનું લેબલ હજી યથાવત હોવાનું બહાર આવ્યું છે. પોલીસબેડાની બદલીઓની વાત કરીએ તો સરહદી રેન્જ આઇજીપી જે.આર.મોથાલિયાએ પોલીસ કર્મચારીઓની માંગના આધારે પશ્ચિમ કચ્છમાં ફરજ બજાવતા 15 , પૂર્વ કચ્છના 5 મળી કુલ 20 પોલીસ કર્મીઓની જિલ્લા બહાર બદલીના ઓર્ડર કર્યા હતા.

પરંતુ સામે રાજ્યના પોલીસવડા આશિષ ભાટિયાએ અગાઉ વિવાદિત ભૂતકાળ ધરાવતા અને રેન્જ બહાર બદલી કરેલા મહિસાગરના વિરેન્દ્રસિંહ પ્રતાપસિંહ બિહોલાની બદલી ભુજ કરી છે , સંજયકુમાર કેસરસિંહ રાવતની પૂર્વ કચ્છમાં બદલી કરી છે. ખેડાના પીએસઆઇ એન્ડ્રુ જેરામ અસારીને ભુજ તો કોન્સ્ટેબલ મનુભાઇ બાબુભાઇને પૂર્વ કચ્છ ખાતે સજામાં બદલી કરી મુકાયા છે.

પશ્ચિમ કચ્છમાં 4 પીઆઇ અને 4 પીએસઆઇની બદલી
પશ્ચિમ કચ્છ પોલીસદળમાં ફરજ બજાવતા 4 પીઅઇ અને 4 પીએસઆઇ જિલ્લામાં આંતરીક બદલી કરવામાં આવી છે.અમદાવાદથી બદલીને આવેલા પીઆઇ ડી.એ.ઇસરાણીને જખૌ મરિન પોલીસ મથકના પીઆઇ તરીકે મુકાયા છે, તો, જખૌ મરિન પોલીસ મથક ઉપરાંત માનકુવા પોલીસ મથકમાં ઇન્ચાર્જ પીઆઇ તરીકે ફરજ બજાવા એમ.આર.બારોટની મુન્દ્રા પોલીસ મથકમાં બદલી કરાઇ છે. તો,મુન્દ્રા પીઆઇ એમ.બી.જાનીને માનકુવા મુકવમાં આવ્યા છે.

જ્યારે મુન્દ્રા પીએસઆઇ બી.જે.ભટ્ટની માંડવી અને મુન્દ્રાના પીએસઆઇ ટી.એચ.પટેલને લીવ રીઝર્વમાં મુકવામાં આવ્યા છે. તો, તેમના સ્થાને જખૌના પીએસઆઇ સામત એ મહૈશ્વરીને મુન્દ્રા મુકવામાં આવ્યા છે. ભુજ સીપીઆઇ બી.એમ ચૌધરીને નખત્રાણા મથકમાં જ્યારે નખત્રાણાના પીઆઇ એ.એસી.પટેલની નખત્રાણા સીપીઆઇ તરીકે બદલી કરાઇ છે. ભુજ સીપીઆઇનો વધારાનો ચાર્જ જેઆઇસીના પીઆઇ એસ.બી.વસાવાને અપાયો છે. જખૌ પીએસઆઇની ખાલી પડેલી જગ્યા પર માંડવીના પીએસઆઇ એમ.એચ.પટેલની બદલી કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...