હર ઘર દસ્તક ઝૂંબેશનો આરંભ:10 માસમાં 4 લાખ નાગરિકોનું રસીકરણ કરાયું

ગાંધીધામ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પહેલો ડોઝ લીધો હોય તેવા લોકોની મતદાર યાદી મુજબ 112 ટકા કામગીરી કરાઇ
  • બાકી રહેલા લોકોને રસીકરણ માટે સમજાવવાની કવાયત શરૂ કરવામાં આવી છે : આરોગ્ય લોકોને રસી લેવા માટે સમજાવશે

ગાંધીધામ તાલુકાએ 4,00,000 લોકોનું રસીકરણ પૂર્ણ કરવામાં આવ્યું છે. તાલુકામાં 16 જાન્યુઆરીથી શરૂ થયેલ રસીકરણ કામગીરી અંતર્ગત 10 મહિનામાં આ સિધ્ધિ હાંસલ કરી છે. તાલુકામાં 2,47,549 લોકોએ રસીકરણનો પહેલો ડોઝ લીધો છે જે મતદાર યાદી મુજબ 112% કામગીરી છે અને આપવામાં આવેલ લક્ષ્યાક મુજબ 94% કામગીરી કરવામાં આવી છે. જ્યારે બીજો ડોઝ 152406 એટલે કે 62% લોકો એ લીધો હોવાનો દાવો આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યો છે.

100 ટકા લક્ષ્યાંક પાર પાડવા માટે આરોગ્ય વિભાગ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. હર ઘર દસ્તક અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે. ગાંધીધામ શહેર અને તાલુકામાં કોરોનાના પગલે શરૂઆતના સમયે જ લેવામાં આવેલા પગલાને કારણે કેસ જોવા મળ્યા ન હતા. લોકડાઉન પહેલા પરીસ્થિતિ અંકુશમાં હતી. પરંતુ લોકડાઉન ખૂલ્યા પછી જુદા જુદા સ્થળો પરથી આવેલા કેટલાક સંક્રમીત અને અન્ય સ્થાનિક સંક્રમણને કારણે કોરોના પોઝિટિવના કેસમાં ઉછાળો આવ્યો હતો.

શહેરના જુદા જુદા વિસ્તારોમાં પોઝિટિવ કેસ આવતાં જ આરોગ્ય વિભાગ દ્વારા તપાસણી શરૂ કરવામાં આવી હતી અને જરૂરી તકેદારીના પગલા પણ ભરવામાં આવ્યા હતા. દરમિયાન હર ઘર દસ્તક અંતર્ગત હવે ઘરે ઘરે જઇને બાકી રહેલાને રસીકરણની દિશામાં આવરી લેવાય તે હેતુથી પગલા ભરવામાં આવી રહ્યા છે.

આજે હર ઘર દસ્તક અંતર્ગત તાલુકા ના મેડિકલ ઑફિસર ડૉ.વંદના જરૂ મીઠીરોહર, ડૉ. રમેશ ચૌધરી કિડાણા, વિનોદ ગેલોતર શિણાય, યુ.કે. જોશી ગળપાદર, ડૉ. ભાવિન ઠકકરની ટીમ ખારીરોહર, ડૉ. ગાયત્રી ટીમ પડાણા અને ડૉ કાજલ ઠકકરની ટીમ કંડલાની મુલાકાત લઈ લોકોને રસીકરણ અંગે સમજણ આપી અને આરોગ્ય સ્ટાફની સમસ્યાઓ જાણી આવનારા દિવસોમાં તાલુકાની પહેલા અને બીજા ડોઝ ની 100% કામગીરીનું લક્ષ્યાક છે.

સામાજિક અને અન્ય ક્ષેત્રના આગેવાનનો તંત્રને સહયોગ મળ્યો
શહેર તાલુકામાં રસીકરણની થયેલી કામગીરી સંદર્ભે તાલુકા હેલ્થ ઑફિસર ડૉ દિનેશ સુતરીયા એ આ માટે વહીવટી તંત્ર,ચૂંટાયેલ પદાધિકારીઓ અને લોક આગેવાનો, સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ તેમજ મદદરૂપ થનાર તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. સતત કામગીરી કરનાર આશા બહેનો, આંગણવાડી બહેનો અને આરોગ્ય સ્ટાફનો આભાર વ્યક્ત કરી આવનારા દિવસોમાં વધુ કામગીરી કરવાનું નક્કી કર્યું હતું.

કોરોનામાં સંસ્થાઓએ રંગ રાખ્યો
ગાંધીધામ- આદિપુરમાં કોરોના કાળ દરમિયાન દર્દીઓને સુવિધા પુરી પાડી શકાય તે હેતુથી વિવિધ પગલા ભરવામાં આવ્યા હતા. વહીવટી તંત્રની સાથે ખડેપગે રહીને સંસ્થાઓએ નમૂનેદાર કામગીરી કરી હતી. લીલાશાહ કુટીયા ખાતે કોવિડ હોસ્પિટલ માટે પથારી તૈયાર કરવાની સાથે ઓક્સિજનની સુવિધાઓ ઉપલબ્ધ થાય તે દિશામાં કાર્યવાહી કરવામાં આવી હતી. જુદી જુદી સંસ્થાઓ અને આગેવાનોના સહયોગને કારણે કોરોનાના કપરા કાળમાં થઇ શકે તેટલી સહાય તંત્રની સાથે રહીને સામાજિક સંસ્થાઓએ કરવામાં પાછી પાની કરી ન હતી. ઉલ્લેખનીય છે કે, સંકુલમાં આફત સમયે જુદા જુદા સંગઠનો એક થઇને તેનો સામનો કરી લોકોની પડખે રહીને સહાય કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...