છેતરપિંડી:4 કન્ટેઇનર બુકિંગના 15 લાખ લઈને બીલ્ટી ન આપી ઠગાઇ, કન્ટેઇનર લંડન પહોંચ્યા, બીલ્ટીના અભાવે માલ ન છૂટ્યો

ગાંધીધામ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • શિવ શિપિંગ સાથે આચરાઇ છેતરપિંડી

ગાંધીધામની શિપીંગ પેઢીએ અમદાવાદના લોજીસ્ટીંક સામે 15 લાખની ઠગાઈ આચરી હોવાની ફરિયાદ નોંધાવી હતી. ગાંધીધામના એ ડિવિઝન પોલીસ મથકે ભાવેશભાઈ લખવાણીએ ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે તેવો ગાંધીધામાં શીવ શીપીંગ એન્ડ લોજીસ્ટીક સથે જોડાયેલા છે. આરોપી શશીકાંત ત્રિપાઠી અમદાવાદમાં રહે છે અને યશ લોજીસ્ટીક નામક પેઢી ચલાવે છે. આરોપી કન્ટેનર ભાડુની માહિતી અવાર નવાર મોકલતો હતો, ફરિયાદીને જરૂર જણાતા ચાર કન્ટૅનરને 15.63 લાખના ભાડા સાથે બુકિંગ કરાવ્યું હતું.

જે માટે15 લાખ રુપીયા ચુકતે પણ કરી દીધા હતા. પરંતુ પ્રક્રિયા અનુસારની બીલ્ટી વારંવાર માંગવા છતાં આરોપીએ આપી નહતી, જેથી મોકલેલો અને લંડન પહોંચી ગયેલો માલ છુટો થઈ શક્યો નહતો. આમ 15 લાખ રૂપિયા લઈને આજદિન સુધી બીલ્ટી ન આપીને છેતરપિંડી આચરવામાં આવી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે ચડી હતી.નોંધવું રહ્યું કે, તાજેતરમાં કન્ટેનર ભાડામાં ખુબ મોટા પ્રમાણમાં ભાવ વધારો જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...