ધરપકડ:આદિપુરથી ચોરાયેલા 25 થાંભલા સાથે 4 ઝડપાયા

ગાંધીધામ4 દિવસ પહેલા
  • કૉપી લિંક

આદિપુરમાંથી ચોરી થયેલા લોખંડના થાંભલાઓ લઈને અંજાર તરફ આરોપીઓ જઈ રહ્યા હોવાની બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને ચાર આરોપીને 1.02 લાખના મુદામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

આદિપુર પોલીસ સ્ટેશન વિસ્તામાથી ચોરી થયેલા લોખંડના થાંભલા જી.આઈ.ડી.સી.ખાતેથી ભરીને અંજાર વેચવા માટે જાય છે, તેવી બાતમીના આધારે પોલીસ વોચમા હતી ત્યારે જુમાપીર ફાટક પાસે એક ખુલ્લી ગાડીમા લોખંડના થાંભલા ભરેલા મળી આવ્યા હતા. આ અંગે પુછપરછ કરતા મુદામાલ આરોપીઓએ આદીપુરના વોર્ડ.3/એના ખુલ્લા પ્લોટથી ચોરી કરી લઈ આવ્યા હોવાનું કબુલ્યું હતું. આદિપુર પોલીસ સ્ટેશનમા ગુનો દાખલ થયો હોવાની ખરાઈ કરતા આરોપી જુસબ ઉર્ફે મામો હુશૈન બુચડ (રહે.વંડી), નવીન રામજીભાઇ ચૌધરી (રહે. મીઠીરોહર), અમીત ગારવ ચૌધરી (રહે. પીએસએલ ઝુપડા), મહેશ ઉર્ફે ભાનુ વેલજી ભાનુશાલી (રહે. ભારતનગર) ને પકડી પાડ્યા હતા. સાથે લોખંડના નાના મોટા 25 નંગ થાંભલા કે જેની કિંમત 1.02 લાખ થવા જાય છે, તે જપ્ત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...