તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:બ્લોક કક્ષાના વિજ્ઞાન મેળામાં 39 કૃતિ રજૂ થઇ

ગાંધીધામએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પ્રદર્શનમાં જિલ્લા કક્ષાએથી ઓનલાઇન જોડાઇને ડાયટ દ્વારા ભૂમિકા અપાઇ
 • ભાગ લેનાર બાળકો અને શિક્ષકોને અભિનંદન અપાયા

મહારાણી ગંગાબા સાહેબ જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભૂજ અને બી.આર.સી.ભવન ગાંધીધામ દ્વારા તા. ૨૩ વર્ચ્યુઅલ મોડમાં માઈક્રોસોફ્ટ ટીમ્સ ના માધ્યમથી ગાંધીધામ તાલુકાનું બ્લોક કક્ષાનું વિજ્ઞાન-ગણિત અને પર્યાવરણ પ્રદર્શન2020-21 યોજવામાં આવ્યું હતું. જેમાં કાર્યક્રમની શરૂઆત માં ગાંધીધામ તાલુકાના બી.આર.સી.કો.ઓર્ડી ભરતકુમાર એન. ઠક્કર દ્વારા સૌને આવકારવામાં આવ્યા હતા, આ વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શન માં જીલ્લા કક્ષાથી ઓનલાઈન જોડાઈને ડાયટ પ્રાચાર્ય બિંદુબેન પટેલ દ્વારા વિષય પ્રવેશ અંતર્ગત સમજ આપવામાં આવી હતી, આ બ્લોક કક્ષાના વિજ્ઞાન મેળા ની સંકલ્પના લાયઝન રક્ષાબેન ઉપાધ્યાય દ્વારા કરવામાં આવી હતી. ભાગ લીધેલ તમામ બાળ વૈજ્ઞાનિકોને તથા માર્ગદર્શક શિક્ષકોને અભિનંદન આપવામાં આવ્યા હતા.

આ વિજ્ઞાન મેળામાં કુલ પાંચ વિભાગમાં ગાંધીધામ તાલુકાની પ્રાથમિક શાળાઓમાંથી કુલ 39 કૃતિઓ રજુ કરવામાં આવી હતી. આ તમામ કૃતિઓના મૂલ્યાંકન માટે ત્રણ નિર્ણાયકો ને પસંદ કરવામાં આવ્યા હતા. જેમાં ગળપાદર હાઈસ્કુલના પટેલ શીતલબેન, નવીસુંદરપુરી હાઈસ્કુલના ડઢાણીયા મિતલબેન અને આદિપુર હાઈસ્કુલના ડામોર મયુરકુમારએ નિર્ણાયક તરીકેની ભૂમિકા ભજવી હતી.

આ વિજ્ઞાન મેળામાં વિભાગ-1 માં સર્વોદય પ્રા. શાળા, વિભાગ-2 માં બાપાસીતારામનગર પ્રા. શાળા, વિભાગ-3 માં નવી સુંદરપુરી કુમાર પ્રા. શાળા , વિભાગ-4 માં કૈલાશનગર પ્રા શાળા, અને વિભાગ- 5માં કારગો શાળા નં 1 આ તમામ શાળાઓને બ્લોક કક્ષાએ પ્રથમ ક્રમે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.

આ તમામ ઓનલાઈન કાર્યક્રમમાં ગાંધીધામ તાલુકાના બ્લોક એમ.આઈ.એસ. સિદ્ધાર્થ દવે દ્વારા ટેકનીકલ સપોર્ટ પૂરો પાડવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમ્યાન તમામ ભાગ લીધેલ બાળ વૈજ્ઞાનિકોએ પોતાના કૃતિની સુંદર રજૂઆત કરી હતી. આ પ્રદર્શન નિહાળવા માટે ઓનલાઈન વર્ચ્યુઅલ મોડથી તાલુકાના સી.આર.સી. કો.ઓર્ડીનેટરો, આચાર્ય, શિક્ષકો તથા વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો