તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીકરણ:10 સેન્ટરો પર 3848 લોકોએ વેક્સિન લીધી

ગાંધીધામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેક્સિન લેવા જુદા જુદા સેન્ટરો પર થઇ પડાપડી : રસી લેવા માટે લોકોમાં જણાઇ રહ્યો છે ઉત્સાહ
  • આરોગ્ય વિભાગના સંકલન સાથે સંસ્થાઓએ પણ અભિયાન આદર્યું : અત્યાર સુધી 1.16 લાખ લોકોએ રસી લીધી : સામાજિક અંતર જળવાતું ન હોવાની બૂમ

ગાંધીધામ તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિન આપવા માટે 10થી વધુ સ્થળો પર વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ઝંડાચોક ખાતે સૌથી વધુ 1218 લોકોને વેક્સિન આપવામાં આવી હતી. આજના દિવસે 3848ને વેક્સિનેશન કરવામાં આવ્યું હતું. જ્યારે અત્યાર સુધી ગાંધીધામમાં જોવામાં આવે તો 1,16,000ને વેક્સિન આપવામાં આવી છે. વેક્સિન લેવા માટે ઓન ધ સ્પોટ કરાયેલા આયોજનમાં કેટલાક સ્થળો પર ભીડ પણ વધી ગઇ હતી. વેક્સિન લેવા માટે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 18 વર્ષથી ઉપરના અને 18થી 45 વર્ષ બીજો ડોઝ કોવેક્સિન અને કોવિશિલ્ડનો આપવામાં આવ્યો છે.

લાંબા સમય બાદ વેક્સિન આપવાની કામગીરી શરૂ કરવામાં આવતાં 10થી વધુ સેન્ટરો પર વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. કેટલાક સ્થળો પર અવ્યવસ્થા સર્જાય તેવી સ્થિતિ પણ ઉભી થઇ હતી. ચારેક દિવસ પહેલા પણ ગણેશનગર વિસ્તાર સહિતના સ્થળો પર કતાર લાગી હતી અને વેક્સિન મેળવવા માટે લોકોની ભીડ એકત્ર થતાં સોશિયલ ડિસ્ટન્સનો મુદ્દો પણ ચર્ચાસ્થાને રહ્યો હતો. આજે પણ શહેરના ઝંડાચોક વિસ્તારમાં વેક્સિન અંગેે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. વેક્સિન મેળવવા માટે હવે લોકોમાં ધીરે ધીરે જાગૃતિ પણ આવી રહી છે.

જુદી જુદી સંસ્થાઓ અને આગેવાનો દ્વારા પણ આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં લઇને વેક્સિન વધુને વધુ લોકો લઇ શકે તે માટે વ્યવસ્થા ગોઠવી રહ્યા છે. આરોગ્ય વિભાગના સંકલનથી આ આગેવાનો અને સંસ્થાઓ કામગીરી કરાવી રહ્યા છે. વોર્ડ નં.10ના નગરસેવક મનોજ મુલચંદાણીએ કોવિશીલ્ડ રસી 18 વર્ષથી ઉપરનાને મળે તે માટે સાત વાળી અંબે મા મંદિરમાં રસીકરણનું આયોજન કર્યું હતું. જેમાં 239 જેટલા લોકોએ વેક્સિન લીધી હતી. આ કાર્યવાહી તાલુકા હેલ્થ ઓફિસર દિનેશ સુતરીયા, ચૈતાલીબેન વિનોદભાઇ દ્વારા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...