તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રસીકરણમાં:સંકુલમાં 18 થી 44 વર્ષની યુવા પેઢી માટેના રસીકરણમાં પ્રથમ દહાડે 351એ લાભ લીધો

ગાંધીધામ14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • રામબાગ અને આદિપુરની હોસ્પિટલમાં યુવાનોમાં ઉત્સાહ જોવા મળ્યો
 • બીજાે ડોઝ લેવા માટે ગયેલા લોકોને રામબાગ હોસ્પિટલને બદલે અન્યત્ર જવું પડ્યું

કોરોના સામેના જંગમાં તબક્કાવાર વેક્સિન આપવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આજથી કચ્છ સહિત 10 જિલ્લાઓમાં 18 થી 44 વર્ષના લોકોને પણ આવરી લેવાના કાર્યક્રમમાં ગાંધીધામની રામબાગ હોસ્પિટલ અને આદિપુરની હોસ્પિટલમાં અંદાજે 351 જેટલા યુવાનોએ પ્રથમ દિવસે વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો.

જાણકારના મત મુજબ પોર્ટલમાં થયેલી વ્યવસ્થા મુજબ 18 થી 44 વર્ષ અને 45 થી ઉપરનું વેક્સિન એક જગ્યાએ આપી ન શકાતું હોવાથી બીજા ડોઝની વ્યવસ્થા અંગે રામબાગ સહિતના અન્ય સેન્ટરો ઉપર પ્રથમ ડોઝ જ્યાં અપાતો હોય ત્યાં બીજા ડોઝ માટે આવેલા લોકોને લાયન્સ, મારવાડી ભવન, અરજણ સહિતના સેન્ટર ઉપર જઇને બીજો ડોઝ લેવો પડ્યો હતો. કોરોના ગાંધીધામ જ નહીં પરંતુ સમગ્ર જિલ્લામાં બેકાબુ બની રહ્યો છે. છેલ્લા કેટલાય દિવસોથી બેડની અછત, ઓકસિજન મળતું ન હોવાની વ્યાપક પણે ફરિયાદો ઉઠી રહી છે. તંત્ર દ્વારા સુવિધા ઓ અપાતી હોવાના દાવા કરવામાં આવે છે.

પરંતુ લોકો પરેશાની ભોગવી રહ્યા છે. કોરોના સામેની લડતમાં મહત્વના હથિયારમાં ગણાય છે તેવા વેક્સિન લેવા માટે ધીમે ધીમે જાગૃતિ પણ આવી રહી છે. સંસ્થાઓથી લઇને સેવાભાવી ગૃપ દ્વારા પોતપોતાની જવાબદારી સમજીને આ સામાજિક અભિયાનને પોતાનું અભિયાન ગણાવી જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

10 મે સુધી વેક્સિનેશન કેમ્પ ચલાવાશે
વેક્સિન અંગે જાગૃતિ લાવવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સંકુલના જુદા જુદા સંગઠનો દ્વારા લોકોને હાડમારી ન પડે તે માટે તંત્રના સહયોગથી અલગ અલગ સ્થળો ઉપર વેક્સિન અપાવવા માટે પ્રયાસો થઇ રહ્યા છે. સૂત્રોના દાવા મુજબ કંડલા ટિંમ્બર એસોશિયેસન દ્વારા સવારે 10 થી 4 દરમિયાન તા.10 મે સુધી કેમ્પનું નિ:શુલ્ક આયોજન કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો