તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના સામે ઝૂંબેશ:જેવીસીના કેમ્પમાં 327એ વેક્સિન મુકાવી

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં જુદી જુદી સંસ્થાઓ દ્વારા ચલાવાઇ રહેલું સેવા કાર્ય

જેવીસી ટ્રસ્ટ ગાંધીધામ કચ્છ દ્વારા તાલુકા હેલ્થ ઓફિસનાં નિ:શુલ્ક વેક્સિન કેમ્પનું ગાંધીધામ પડાણા મદયે નિમાવત હોસ્પિટલના સહયોગથી આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 327 લોકોએ રસી મુકાવી હતી.કેમ્પની શરૂઆત પ્રમુખ યોગેશકુમાર સોની, ડો. સમીર નિમાવત, સંસ્થા સ્થાપક એડવોકેટ પારૂલ સોની, ઘેલાભાઈ દાનાભાઈ ચાવડા, તાલુકા પંચાયતનાં પ્રવિણસિંહ જાડેજા, એકલવ્ય સોની, સંસ્થા સલાહકાર ચેતનભાઈ મહેતાએ દિપ પ્રાગટય કરી કરવામાં આવી હતી. સંસ્થાએ ડો. સમીર નિમાવતને સ્મૃતિચિહ્નથી સન્માનીત કર્યા હતા.

ડો. નિમાવતએ ઉપસ્થિત લોકોને કોરોના વાયરસ સામે વેક્સિનનું મહત્વ સમજાવ્યું અને ડો. સુનીતા દેવનાની રસીકરણ કરાવવા લોકોમાં જાગૃતતા લાવવા પ્રયાસ કરેલ. પૃથ્વી સોની, હાદિક ઝાલા, નરેશભાઈ સોની, યોગેશ ભીંડી, હોસ્પિટલનાં સ્ટાફએ આ કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. કેમ્પમાં તાલુકા હેલ્થ ઓફિસર ડો.દિનેશ સુતરીયાનાં માગૅદશૅન હેઠળ સફળ થયું હતું તેમ જણાવ્યું હતું.

આહિર વાસમાં રસીકરણ
તાલુકા હેલ્થ ઓફિસ અને આહિરવાસ નવી સુંદરપુરી મિત્ર મંડળના સહયોગથી આહિરવાસ સમાજવાડી ખાતે કોવિડ-19 રસીકરણ કેમ્પનું આયોજન કરાયું હતું. 18 વર્ષથી ઉપરના 208 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.

રૈગર સમાજના કોરોના પ્રતિરોધક રસી માટે કરાયેલા આયોજનને મળી સફળતા
અખિલ ભારતીય રૈગર સમાજ, તાલુકા હેલ્થ વિભાગ કોવિડ 19 મુક્ત ટીકાકરણ અભિયાનમાં ગંગા મૈયા મંદિર ભારત નગરમાં 276 વ્યક્તિને રસી આપવામાં આવી હતી. જેમાં તાલુકા હેલ્થ ઑફિસર સુતરીયા પણ હાજરી આપી હતી. સહયોગમાં વોર્ડ નં.4ના પાલિકા સદસ્ય મોહનભાઈ ભાનુશાલી, રૈગર સમાજના પ્રમુખ રૂપારામજી જાટોલીયા, ઉપપ્રમુખ જગદીશભાઈ મોર્યા, મહાસચિવ સુરેશભાઈ તનવર, રમેશભાઈ સોનિવાલ, બાબુલાલજી મૌર્ય, મહેન્દ્ર નોગિયા વગેરે જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...