તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:ગાંધીધામથી ઉત્તર પ્રદેશ રવાના કરાયેલો 3.26 લાખનો કોલસો રસ્તામાં સગેવગે કરાતા ફોજદારી

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નિકાસકારે બી-ડિવિઝનમાં ટ્રાન્સપોર્ટર, ટ્રક માલિક અને ચાલક વિરૂધ્ધ ગુનો નોંધાવ્યો

ગાંધીધામથી યુપી માટે રવાના કરાયેલો રૂ.3ફ26 લાખનો યુએસ કોલસો નિયત જગ્યાએ ન પહોંચાડી ટ્રાન્સપોર્ટરે, ટ્રક માલિકે અને ટ્રકના ચાલકે વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ એક્સપોર્ટરે બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાવી છે. ગાંધીધામના ભારતનગરની ગણપતિ રાજસ્થાન સોસાયટીમાં રહેતા અને યુએસ કોલસાના ઇમ્પોર્ટ એક્સપોર્ટનો વ્યવસાય કરતા સુરેશ ઉર્ફે સાગર ગોમારામ રાણાવતે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે,

તેમણે તા.5/6 ના રોજ શાંતિ ટ્રાન્સપોર્ટના માલિક મદનલાલ ઉર્ફે મન્નાલાલ સાથે વાત કરી તુણા પોર્ટથી યુએસ કોલસો લોડ કરી યુપીના રામપુર મોકલવાનો હોવાનું કહેતાં તેણે ટ્રક માલીક લક્ષ્મીનારાયણ ઉર્ફે છોટુલાલ મીણા સાથે નક્કી કરાવ્યા બાદ ટ્રક ચાલક આસિફ ખાને તુટાથી ટ્રક લોડ કરી રૂ.3,26,000 ની કિંમતનો 34.440 મેટ્રિક ટન યુએસ કોલસો લઇ કંડલા લાલ ગેટ પાસેથી યુપીના રામપુર જવા રવાના થયો હતો પરંતુ તે કોલો લઇને નિકળ્યા બાદ નિયત જગ્યાએ ન પહોંચતાં અલગ અલગ સમયે ફોન કર્યા જેમાં જુદા જુદા જવાબ આપી કોલસો સગે વગે કરી વિશ્વાસઘાત કર્યો હતો.

પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.અત્રે નોંધનીય છે કે, ગાંધીધામ પંથકમાં અવાર-નવાર કોલસાની ચોરી તેમજ રસ્તામાં માલ સગેવગે કરી જવાના કિસ્સા ઉપરા છાપરી બન્યાં છે આ ઘટનાઓ પર અંકુશ લાવવું જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...