તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:વોર્ડ 12ના 300 પરિવારો તંત્રના વાંકે રાશનથી વંચિત

ગાંધીધામ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાર્ડ ધારકોને અનાજ સમયની માંગઃ સમીપ જોશી

કોરોના કાળમાં જ્યારે જન સામાન્ય વિવિધ સમસ્યાઓથી ગ્રસ્ત છે ત્યારે જીવનની અત્યંત મુળભુત જરુરીયાત એવા અનાજ પણ નાગરિકો સુધી પહોંચાડવામાં નાકામ બની રહી હોવાનો આક્ષેપ ગાંધીધામના નગરસેવક અને ધારાશાસ્ત્રી સમીપ હિમ્મતલાલ જોશીએ કર્યો છે.

જોશીએ જણાવ્યું કે શહેર, તાલુકામા લાખોની સંખ્યામાં જરૂરીયાત મંદોને રાશન મળી નથી રહ્યું. જ્યારે કે બીજી તરફ સરકાર એવો દાવો કરી રહી છે કે આ ગાળામાં અડધા ગુજરાતને અનાજ અપાયું છે. તેનો અર્થ એવો થયો કે સરકાર તે વાત સ્વિકારે છે, કે અડધા લોકોને અનાજની જરૂરીયાત છે, પરંતુ શું ખરેખર અડધા ગુજરાતને સસ્તા અનાજની દુકાન પરથી રાશન મળ્યુ છે? જમીન પર વાસ્તવિકતા કાંઈક અલગજ છે.

એક તરફ સરકારની આર્થિક રીતે નબળા વર્ગને પારીભાષીત કરવાની વ્યાખ્યા વાર્ષિક 8 લાખથી ઓછી વાર્ષિક આવક ધરાવતા પરિવારો છે, જ્યારે કે એનએફએસએલને અપાતું રાશન વાર્ષિક 1.10 લાખથી ઓછી વાર્ષિક આવક ધરાવતા પરિવારોનેજ અપાઈ રહ્યું છે. ગાંધીધામના વોર્ડ ન. 12 માંજ 300 જેટલા પરિવારોને રાશનની જરુરીયાત છે. પરંતુ સ્થાનિક મામલતદાર અને પુરવઠાતંત્રની આડોડાઈના કારણે છતે અનાજે લોકો અનાજથી વંચિત છે. સત્વરે દરેક એપીએલ કાર્ડ ધારક અને જરૂરીયાતમંદને રાશન અપાય તેવી તેમણે માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...