તસ્કરી:શિકારપુર પાસે પવનચક્કીનો 30 હજારનો કેબલ ચોરાયો

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ માસ દરમિયાન કોઇ પણ સમયે થયેલી ઘટના નોંધાઇ

ભચાઉ તાલુકાના શીકારપુર નજીક આવેલી પવનચક્કીમાંથી ત્રણ માસ દરમીયાન કોઇ પણ સમયે કોઇ અજાણ્યા ઇસમો રૂ.30 હજારની કિંમતનો કેબલ ચોરી કરી ગયા હોવાની ફરીયાદ સામખિયાળી પોલીસ મથકે નોંધાઇ છે. મુળ જામનગરના હાલે સામખિયાળી રહેતા અને સુઝલોન કંપનીમાં સિક્યુરીટી ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવતા યોગીરાજસિંહ ભરતસિંહ જાડેજાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, શિકારપુર ગામની સીમમાં સુઝલોન કંપનીની 18 પવનચક્કીઓ આવેલી છે.

ગત સવારે તેઓ પોતાના રૂમ પર હતા ત્યારે કંપનીના ઇન્જીનિયર દિનેશભાઇ રમેશભાઇ કોટવાલે ફોન કરીને જાણ કરી હતી કે, શિકારપુર સીમમાં આવેલી 224 નંબરની પવનચક્કીનો દરવાજો તૂટેલો હતો અને તપાસ કરતાં રૂ.30,000 ની કિંમતના 240 એમએમનો 14 કેબલ તથા 300 એમએમના 17 કોપર કેબલની ચોરી થઇ હોવાનો ખ્યાલ આવ્યો હતો. તેમજ કમ્પોનેટ વાયરિંગ તથા કન્ટ્રોલ એન્ડ પાવર પેનલમાં પણ કેબલ ચોરોએ તોડફોડ કરી નુકશાન પહોંચાડ્યું હોવાનું તેમણે સામખિયાળી પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું. પીએસઆઇ એ.વી.પટેલે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...