કામગીરી ધીમી:30 હજાર ટન કચરો સેગ્રીકેશન થયો, શિણાય ડમ્પિંગ સાઇટ ઉપર કામગીરી

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
અંદાજે 200 ટનથી વધુ કચરો ખાલી કરવાનો વ્યાયામ - Divya Bhaskar
અંદાજે 200 ટનથી વધુ કચરો ખાલી કરવાનો વ્યાયામ
  • હાઇકોર્ટની ફટકાર પછી નગરપાલિકા દ્વારા ટેન્ડરીંગ કરાયું હતું, વાડાની ડમ્પિંગ સાઇટે કચરો ક્યારે પહોંચાડાશે?
  • એજન્સી દ્વારા જરૂરી મશીનરી હોવાનો દાવો
  • ટેન્ડર સમાવિષ્ઠ શરતોનું પાલન ન થયાની પાલિકા, ભાજપના જ સભ્યોમાં બૂમરાડ, યોગ્ય મોનીટરીંગનો અભાવ

ગાંધીધામ નગરપાલિકાને શિણાય ડમ્પિંગ સાઇટ ખાતે કચરો હટાવવાના મુદ્દે હાઇકોર્ટ દ્વારા ફટકાર લગાવવામાં આવી હતી. સમગ્ર બોડીને સુપરસીડ કરવા સહિતની ગંભીર નોંધ પણ લેવામાં આવ્યા પછી કોર્ટના હુકમ બાદ નગરપાલિકાએ શિણાય ડમ્પિંગ સાઇટ પરથી કચરો હટાવવા માટે તૈયારી કરી હતી. ટેન્ડર બહાર પાડવામાં આવ્યા પછી સંબંધિત એજન્સી દ્વારા ટેન્ડરમાં સમાવિષ્ઠ મશિનરી પૈકી કેટલીક મશીનરી ન હોવાની ફરિયાદ પણ ઉઠી રહી છે. જોકે, એજન્સીના સૂત્રો દ્વારા તમામ મશીનરી હોવાનો દાવો કરાઇ રહ્યો છે. અત્યાર સુધી અંદાજે 30 હજાર ટન કચરો સેગ્રીકેશન થયાની વિગત બહાર આવી છે.

જોકે, આ પૈકી કચરો અંજારના વાડા ખાતેની સાઇટ પર કેટલો ઠાલવાયો તે અંગે હજુ કામગીરી ધીમી ગતિ હોવાની પણ વાત બહાર આવી રહી છે. પાલિકાની સેનિટેશન કમિટિના ચેરમેને આજે સાઇટ પર મુલાકાત લઇને જરૂરી સુચનાઓ આપી હોવાના સંકેત મળી રહ્યા છે. પાલિકાના વર્તૂળોમાંથી મળતી માહિતી મુજબ નગરપાલિકાને અંજારની વાડા ખાતે ડમ્પિંગ સાઇટ વિકસાવવા રાજ્ય સરકાર દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો. અગાઉ શિણાય ખાતે ડમ્પિંગ સાઇટ હતી ત્યાં વિરોધ અને કોર્ટના આદેશ પછી આ નવી ફાળવવામાં આવેલી જગ્યા પર પણ ગ્રામજનો દ્વારા પ્રથમ તબક્કે વિરોધ કરાયો હતો.

ત્યાર બાદ પાલિકાએ આ સાઇટ વિકસાવવા માટે જરૂરી પગલા ભર્યા હતા. દરમિયાન શિણાય સાઇટ પરથી કચરો હટાવવાની કામગીરી માટે જે કામગીરી કરવી જોઇએ તેમા ંગતિશીલતા જણાતી ન હોવાથી પાલિકાને ઠબકો પણ કોર્ટનો આપવામાં આવ્યો હતો. દરમિયાન સંબંધિત એજન્સીને કામ આપવામાં આવ્યા પછી કામગીરીનો ધમધમાટ જોવા મળવો જોઇએ તેને બદલે પાલિકામાં હાલ જે રીતે વહીવટ ચાલી રહ્યો છે તેમાં મંદ ગતિ જણાઇ રહી છે. તે ધોરણે વધુ ગતિશિલતા જોવા મળતી ન હોવા સહિતના મુદ્દે ભાજપના સભ્યોમાં ચણભણાટ હતો અને ટેન્ડરમાં શરત કેટલીક મશીનરી ન હોવાના મુદ્દે પણ ફરિયાદ કરવામાં આવી હતી.

મશીનરી પુરતી હોવાનો ચેરમેનનો દાવો
પાલિકાની સેનિટેશન કમિટિના ચેરમેન કમલ શર્માએ ડમ્પિંગ સાઇટની આજે મુલાકાત લીધી હતી અને થઇ રહેલી કામગીરી સંદર્ભે નિરીક્ષણ કર્યું હતું. કેટલીક મશીનરી ન હોવાના મુદ્દે પણ પૂછપરછ કરતાં બધી મશીનરી હોવાની માહિતી તેમને આપવામાં આવી હતી. દરમિયાન કચરો દૂર થતાં માટી નિકળી રહી છે તે માટીનો કોન્ટ્રાક્ટ આપવા માટે પણ હાલ પાલિકા દ્વારા તૈયારી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...