આયોજન:વિનામૂલ્યે યોજાયેલા દાંતના મેડિકલ કેમ્પમાં 30 લોકોએ ભાગ લીધો

ગાંધીધામ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ સહિતનાનું આયોજન
  • તબીબ દ્વારા દાંતની સંભાળ વિશે વિસ્તૃત રીતે માર્ગદર્શન પુરૂં પાડવામાં આવ્યું

ગાંધીધામ ગુર્જર ક્ષત્રિય સાર્વજનિક ટ્રસ્ટ અને કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ ગાંધીધામ ઘટકના સહકારથી સિનિયર સિટિજન ક્લબ દ્વારા સમાજના કોઇપણ ભાઇ બહેનો અને બાળકો માટે તા.14ના સમાજ ભવનમાં દાંતની તપાસનો વિનામૂલ્યે કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં 30 જેટલા દર્દીઓએ ભાગ લીધો હતો.

ડૉ. શૈલી મહેતાએ કેમ્પમાં સેવા આપી હતી અને કરેલા પ્રવચનમાં તેઓએ દાંતની સંભાળ વિશે વિસ્તૃત માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું. કાર્યક્રમના આરંભમાં સ્વાગત પ્રવચન પ્રફુલ પ્રભુલાલ પરમારે કર્યું હતું. ચંદ્રકાંતભાઇ સોલંકી, યશવંતભાઇ પરમાર, જેભાઇ વિસનજી રાઠોડ, નીતિનભાઇ વેગડ, હરસુખભાઇ, પ્રવિણભાઇ ચૌહાણ વગેરેએ કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...