તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેઝઓઈલ પર લગામ કસાતા આવ્યું પરિણામ:કચ્છમાં ડિઝલના વેંચાણમાં 30%નો વધારો

ગાંધીધામએક મહિનો પહેલાલેખક: સંદીપ દવે
  • કૉપી લિંક
  • પોલીસી લેપ્સ : ભારે વાહનોના ફ્યુલ તરીકે અયોગ્ય રીતે બેઝ ઓઈલનો ઉપયોગ વધતા બે વર્ષેથી પંપોનું વેંચાણ ઘટ્યુ હતું
  • કચ્છમાં છુટોછવાયો કારોબાર હજી પણ ધમધમતો હોવાની વકી, બચેલો માલ અન્ય રાજ્યોમાં સપ્લાય કરાય છે : હવે આયાત અને વિતરણ પર એજન્સીઓની બાજનજર

બે વર્ષે જેટલા ગાળા સુધી ખુલ્લેઆમ બેઝઓઈલનું વેંચાણા અને તેનો વાહનોમાં ફ્યુલ તરીકે ઉપયોગ પ્રચલીત થતા તેની સીધી અસર પેટ્રોલપંપો પર પડી હતી. ગત વર્ષે કેટલાક પંપ સંચાલકોએ તો તેમના કુલ ડિઝલ વેંચાણ પર 40% સુધીનો ફટકો આવ્યો હોવાનું જણાવ્યું હતું. પરંતુ હવે જ્યારે સરકારે બેઝ ઓઈલ પર નકેલ કસી છે ત્યારે ફરી પેટ્રોલપંપોમાં વેંચાણમાં વધારો થયો છે. કચ્છ પેટ્રોલપંપ ડિલર્સ એસોસીએશનના સુત્રોએ જણાવ્યું કે ગત થોડા સમયમાં વેંચાણમાં 20 થી 30% જેટલો સ્પષ્ટ વધારો જોવા મળ્યો છે.

ભારતમાં ડીઝલ અને પેટ્રોલ જેવા ફ્યુલ તરીકે ઉપયોગમાં આવતા કાર્ગોને માત્ર સરકાર માન્ય સંસ્થાઓ જેવી કે ઓએનજીસી, એચપી, બીપીસીએલ જ ઈમ્પોર્ટ કરી શકે તેવો નિયમ છે. પેટ્રોલ ડીઝલના ઉતરોતર વધતા ભાવોના કારણે ટ્રાન્સપોર્ટ ઉધોગની કમર ભાંગી રહી હતી ત્યારે બેઝ ઓઈલ નામક લીક્વીડનો ઉપયોગ થોડા વર્ષ અગાઉ કેટલાક ભારે વાહનના સંચાલકો દ્વારા શરૂ કરાયો હતો. ડીઝલ જ્યારે 85 થી 90 આસપાસ પહોંચી રહ્યા હતા, ત્યારે બેઝઓઈલ માત્ર 40 થી 45 રુપીયા પ્રતી લીટરની કિંમતે ઉપલબ્ધ થવા લાગ્યું. ટ્રાન્સપોર્ટર્સની મારી હાલત પર તંત્ર કે કોઇ ધ્યાન નહતું આપતું ત્યારે ભાવો વચ્ચેના આ મોટા ફર્કએ વેપારને જાણે જીવનદાન આપવાનું કાર્ય કર્યું.

પરંતુ નીતીગત રીતે બેઝઓઈલ ફ્યુલ માટે ન હોવાથી વિવાદનો મધપુડો છેડાયો અને અંતે રાજ્ય સરકારે થોડા સમય પહેલા તમામ આ પ્રકારની ગતીવીધી પર અંકુશ લાદવા પોલીસ સહિત તમામ વિભાગોને આદેશ આપતા દરોડાઓનો સીલસીલો ચાલુ થયો હતો. પરિણામ સ્વરુપ હાલે મહતમ રીતે બેઝઓઈલનું વિતરણ વ્યવસ્થા બંધ થઈ ગઈ હોવાનું મનાય છે તો આયાતમાં પણ એજન્સીઓની નજર લાગેલી છે. આ વચ્ચે ફરી જુના ટ્રેક પર પરિસ્થિતિઓ આવતા પેટ્રોલપંપોના ઘટેલા વેંચાણમાં 30% જેટલો જંગી ઉછાળો જોવા મળી રહ્યો છે.

પરિસ્થિતિના બે પાસા : ટ્રેડના અટકેલા આર્થિક ચક્રો ફરી સક્રિય થયા
નામ ન જણાવવાની શરતે પેટ્રોલપંપ માલીક અને એન ટ્રાન્સપોર્ટ સંચાલકે જણાવ્યું હતું કે બેઝઓઈલના માર્કેટમાં આવવાથી વેપારીઓ, અને ઉપયોગ કર્તાઓના હાથમાં રુપીયા બચવા લાગ્યા. જેના કારણે અટકેલા આર્થિક ચક્રો ફર્યા અને સરવાળે સહુને નિકળતા રુપીયા મળ્યા. જેથી એક બુસ્ટર તરીકે આ સંજોગોએ કામ કર્યું, પણ હવે બદલાતી પરિસ્થિતિઓ અનુસાર ઉપભોક્તાઓ પણ નિર્ણયો લઈ રહ્યા છે.

બેઝ ઓઈલની સૌથી વધુ આયાત કંડલા -મુંદ્રા નહિ, હજીરામાં થઈ!
સરકારી અને ખાનગી એવા બે મહાબંદરો કચ્છમાં આવેલા છે અને તેના કારણેજ ટ્રાન્સપોર્ટ ઉધોગ કચ્છમાં બહુ વિકાસ પામ્યો છે ત્યારે બેઝ ઓઈલ પ્રકરણમાં સૌથી વધુ આયાત અહિથીજ થતી હોવાની ધારણા મોટા વર્ગમાં બંધાઈ હતી.

પરંતુ આશ્ચર્યજનક રીતે બેઝ ઓઈલનો કેટલો જથ્થો ક્યાં આયાત થયો છે તેની સતાવાર વિગતો મંગાવાતા ઓગસ્ટ 2020 થી એપ્રીલ 2021 સુધીના આંકડા દર્શાવી રહ્યા છે કે સર્વાધિક બેઝ ઓઈલની આયાત હજીરા પોર્ટ પર 3,10,559 મેટ્રીક ટન થઈ હતી, ત્યારબાદ મુંદ્રા પર 2,00,800, પીપાવાવ 1,89,245 અને કંડલા 59,928 મેટ્રીક ટન આયાત થઈ હોવાનું સામે આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...