કોરોના બેકાબૂ / ભારતનગર સહીતના વિસ્તારમાં 3 પોઝિટિવ કેસ નોંધાતા ફફડાટ

3 positive cases were registered in the area including Bharatnagar
X
3 positive cases were registered in the area including Bharatnagar

  • ગાંધીધામ – આદિપુરમાં ચિંતાજનક રીતે કોરોનાનો પંજો વિસ્તરી રહ્યો છે

દિવ્ય ભાસ્કર

Jul 14, 2020, 04:00 AM IST

ગાંધીધામ. ગાંધીધામ – આદિપુરમાં ચિંતાજનક રીતે કોરોના પોઝિટિવના કેસ વધી રહ્યા છે. સુંદરપુરી અને ભારતનગર જેવા ગીચ વિસ્તારમાં ફરી એકવખત આજે પણ કેસ નોંધાતા વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઇ છે. પાલિકા દ્વારા સબંધીત વિસ્તારોમાં દર્દીના નિવાસસ્થાન આસપાસ સેનીટાઇઝેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી જ્યારે આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરીને કન્ટેનમેન્ટ ઝોન માટે તૈયારીઓ કરવામાં આવી રહી હોવાના સંકેતો મળી રહ્યા છે.

પાલિકાએ ભારતનગર, સુંદરપુરી અને આદિપુરના વિસ્તાર સેનિટાઇઝ  કર્યા
ગાંધીધામ – આદિપુરમાં કોરોનાનો પંજો જોવા મળ્યો ન હતો. લોકડાઉનના સમયગાળા દરમ્યાન પરીસ્થિતિ કાબુમાં હતી પરંતુ હવે અનલોક પછી ચિંતાજનક રીતે સંકેતો મળી રહ્યા છે. કોરોના પોઝિટિવના કેસમાં દિવસે દિવસે વધારો થઇ રહ્યો છે. ભારતનગર, સુંદરપુરી, કાર્ગો  જેવા ગીચ વિસ્તારમાં કેસ નોંધાતા વહીવટીતંત્રમાં સતર્કતા વધી ગઇ હતી. લોકોએ પણ હવે સ્વયંભુ રીતે સાવચેતીના પગલાં ભરાય તે માટે કચાશ ન રાખવાની તૈયારી દાખવવી પડશે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ આજે વધુ ત્રણ કેસ અહીં આવતા આંકડો 33ને આંબયો છે. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી