તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોબાઇલ જપ્તી:પોર્નોગ્રાફીના શોખિન એક કિશોર સહિત 3ના મોબાઇલ જપ્ત કરાયા

ગાંધીધામ8 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • એસઓજીએ પોર્નોગ્રાફીના શોખિનો ઉપર તવાઇ જારી રાખી

અંજાર તાલુકાના ખંભરાના બે યુવાન અને રામપરના કીશોરના ફોનમાં ચાઇલ્ડ પોર્નોગ્રાફીનું સાહિત્ય હોવાની શંકા સાથે પૂર્વ કચ્છ એસઓજીએ ત્રણેના મોબાઇલ જપ્ત કરી એફએસએલમાં મુક્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ પૂર્વ કચ્છ એસઓજી પીઆઈ વી.પી. જાડેજાના માર્ગદર્શન તળે એસઓજીની ટીમ દ્વારા ચાઈલ્ડ પોર્નોગ્રાફી મુજબની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં અંજાર તાલુકાના ખંભરા ગામે વણકર શેરીમાં રહેતા આરોપી ધિરેન લખુભાઈ ધુવાના મોબાઈલ ફોનમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફીને લગતા ફોટો-વીડિયો સહિતનું અશ્લિલ સાહિત મળી આવ્યું હતું.

જેને પગલે અંજાર પોલીસ મથકે નોંધ કરાવાતા પીએસઆઈ એમ.એમ. જોષીએ આગળની તપાસ હાથ ધરી છે, તો કંડલા મરીન પોલીસ મથકની હદમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફીના બે કેસ સામે આવ્યા હતા.જેમાં સંઘડ ગામે રહેતા કુંભારવાસમાં રહેતા 24 વર્ષીય પ્રવીણભાઈ ભીમજીભાઈ કરશનભાઈ મ્યાત્રા તેમજ અંજારના રામપર ગામે બસ સ્ટેશનની બાજુમાં રહેતો એક 14 વર્ષિય કિશોર કાયદના સંઘર્ષમાં આવ્યો હતો. આ બન્ને શખ્સોના મોબાઈલ ફોનમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફીને લગતું સાહિત્ય જોવા મળતા પોલીસે બન્નેના મોબાઈલ કબજે કરી કંડલા મરીન પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ દાખલ કરતા તપાસ હાથ ધરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો