તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ભુજ, સાંધણ અને મથડામાં હુમલાના 3 બનાવોમાં 3 ઘાયલ

ભુજ, ગાંધીધામ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોના કાળમાં પણ વધી રહેલા હુમલાના બનાવો! : 8 સામે નોંધાયો ગુનો
  • આરોપીઓએ યુવાન, વુધ્ધ અને પ્રૌઢને છરી, ધારિયા તલવારથી ઇજા પહોંચાડી

ભુજ સાંધણ અને મથડાના અલગ અલગ હુમલાના ત્રણ બનાવમાં યુવાન અને વૃધ્ધ તેમજ પ્રૌઢને ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલએ ખસેડાતાં પોલીસે 8 આરોપીઓ વિરૂધ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી પ્રાપ્ત વિગતો મુજબ ભુજ તાલુકાના માધાપર રહેતા મેહુલ અમૃતલાલ પરમાર (ઉ.વ.29) ભુજ જયનગર તેમના મિત્રને મુકવા આવ્યો હતો ત્યારે મંગળવારે રાત્રે શક્તિધામ પાસે બેઠેલા હર્ષ હિતેશદાન ગઢવી અને પ્રિયરાજ ઝાલા નામના યુવકોએ ઉભો રાખી જાતિ અપમાનિત કરીને પ્રિયરાજે છરી કાઢી હતી.

ફરિયાદી ભાગવા જતાં તેને કમરના ભાગે છરીનો ઘા વાગી જતાં બન્ને આરોપી વિરૂધ એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તો, અબડાસાના સાંધણ ગામે રહેતા 86 વર્ષીય મુળજીભાઇ પ્રેમજીભાઇ મંગેને ગામના રામજીભાઇ પ્રધાનભાઇ મંગે, નારાણભાઇ રામજીભાઇ મંગે અને શીવજીભાઇ રામજીભાઇ મંગે ત્રણેય જણાઓ ભેગા ભળી અમારા પિતાનું નામ કેમ બગાડો છો કહીને ધોકાથી મારીને છાતીના ભાગે ઇજા પહોંચાડી હતી. કોઠારા પોલીસે આરોપીઓ વિરૂધ ગુનો નોંધ્યો હતો. જ્યારે અંજાર તાલુકાના મથડા ખાતે રહેતા 55 વર્ષીય ખેડૂત સિદ્દીકભાઇ દુલાભાઇ આગરિયાએ તેમના સાળા ઓસમાણ ઉર્ફે પપ્પુ સુલેમાન આગરિયાને લોન ભરપાઇ કરવા પેટે રૂ.3 લાખ બે વર્ષ પહેલાં આપ્યા હતા.

તે પરત આપવાનું કહેતાં આરોપી ઓસમાણપ અબ્દુલ ગની અને ખતુબાઇએ મંગળવારે સાંજે તલવાર અને છરી સાથે બાલાચાલી કર્યા બાદ ફરિયાદીને આરોપી ખતુબાઇએ તલવાર વડે ડાબા ખભામાં ઇજા પહોંચાડી, ઓસમાણે છરી વડે છાતીમાં બગલ નીચે તેમજ અબ્દુલ સુલેમાન આગરિયાએ ધારીયા વડે માથામાં ઇજા પહોંચાડી હતી. અંજાર પોલીસે ત્રણ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...