તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:3 જુગારી 13 હજાર રોકડ સાથે જબ્બે

ગાંધીધામ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગાંધીધામના જુની સુંદરપુરી વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ત્રણ જુગારીઓને રૂ.13,100 રોકડ રકમ સાથે પકડી લીધા હતા. ગાંધીધામના જુની સુંદરપુરીના નવરાત્રી ચોકની પાસેની ગલીમાં અમુક ઇસમો જુગાર રમી રહ્યા હોવાની બાતમીના આધારે એ-ડિવિઝન પોલીસે તે સ્થળે દરોડો પાડી ગંજીપાના વડે જુગાર રમી રહેલા ધનજીભાઇ હાજાભાઇ દુકડિયા, હરિભાઇ દયાલભાઇ માતંગ અને ગોપાલભાઇ ખીમજીભાઇ મહેશ્વરીને રૂ.13,100 રોકડ રકમ સાથે પકડી લઇ તેમના વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો. જુગારની બદી પર અંકુશ લાવવાના પ્રયાસો છતાં તેના પર સંપૂર્ણ અંકુશ લાદી શકાયો નથી.

અન્ય સમાચારો પણ છે...