તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:લોજિસ્ટિક કંપનીના 3 કર્મીએ 14 વેન્ડરો સાથે મળી રૂ. 3.68 કરોડની ઉચાપત કરી

ગાંધીધામ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તા.27/1 થી તા.23/6 દરમિયાન આચરાયેલા ગુનામાં કંપનીના સિક્યુરીટી ડિપાર્ટમેન્ટે ફરિયાદ નોંધાવી

અમદાવાદ સ્થિત ઓનલાઇન ડીલીવરી સર્વિસ તેમજ લોજિસ્ટિકનું કામ કરતી કંપનીની ગાંધીધામ ખાતે આવેલી શાખાના 3 કર્મિઓએ 14 વેન્ડરો સાથે મળી ખોટા ઇ-વે બિલ અને ખોટા ઇન્વોઇસ બનાવી રૂ.3.68 કરોડની ઉચાપત કરી હોવાની ફરિયાદ એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ છે. અમદાવાદની ડેલ્હીવરી ફ્રેઇટ સર્વિસિસ પ્રા.લિ. ના લોસ એન્ડ પ્રીવીએસન ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતા મહેન્દ્રભાઇ રમણભાઇ પરમારે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમની કંપની ઓલનલાઇન સર્વિસ અને લોજિસ્ટિકનું કામ કરે છે.

તેમની કંપનીએ તા.27/1 ના રોજ ગાંધીધામ ખાતેથી કામગીરી શરૂ કરી હતી. ગાંધીધામ ખાતે આવેલી તેમની શાખામાં યુપીના સંદિપકુમાર ઇન્દ્રપાલ તોમર અને હરિયાણાના સંદિપ બલવંત સીહાગ સિનિયર એસોસિયેટ તરીકે તેમજ રાજસ્થાનના સુધીરકુમાર મેનપાલસિંગ એક્જ્યુકેટિવ તરીકે ફરજ બજાવે છે.તા.27/1 થી તા.23/6 દરમિયાન તેમની કંપનીએ કુલ રૂ.7,49,34,106 નો વ્યવસાય કર્યો હતો. તેમાંથી રૂ.3,68,09,307 બાકી રકમની ઉઘરાણી શંકરકુમાર વિનયકુમાર ઝા કરી રહ્યા હતા.

પરંતુ તે વખતે કોરોના મહામારીનો કહેર ચાલુ હોવાને કારણે તેઓ ગાંધીધામ આવી શકે તેમ ન હતા એટલે ફોન ઉપર ઉઘરાણી કરતા હતા. પરંતુ કંપનીના સંદિપકુમાર ઇન્દ્રપાલ તોમર, સંદિપ બલવંત સીહાગ અને સુધીરકુમાર મેનપાલસિંગ અવનવા બહાના બતાવતા હતા. તા.19/6 ના રોજ શંકરકુમાર ઝા તથા કુલદિપ લાખલન બન્ને જણા ગાંધીધામ આવ્યા હતા અને હિસાબ ચેક કર્યા બાદ તેમને ફોન કરીને રૂ.3.68 કરોડનો ફ્રોડ કરાયો હતોવાની જાણ કરી હતી.

આ બાબતની જાણ થતાં જ તેઓ ભીમાભાઇ નાનજીભાઇ રાવત સાથે ગાંધીધામ પહોંચ્યા હતા અને તપાસ કરતાં અમુક વેન્ડરોએ ઇન્વોઇસ અને ઇ-વે બિલ ખોટા બનાવી જેના ઉપરથી તેમની કંપનીના ત્રણ કર્મચારીઓએ એલઆર બનાવી ભાડાના 80 ટકા રૂપિયા 14 વેન્ડરોએ પોતાના ખાતામાં લેધા હતા અને અમુક વેન્ડરોએ તેમની કંપની પાસેથી ભાડાનાા રૂપિયા લઇ જે-તે કંપનીમાં માલ ડીલીવરી કરી ડીલીવરી લેનાર કંપની પાસેથી પણ રોકડા અને ચેકથી રૂપિયા લઇ તે રકમ કંપનીમાં જમા ન કરાવી ફ્રોડ કર્યો હતો.

આ તમામ જવાબદારી તેમની કંપનીના ગાંધીધામ ખાતે કામ કરી રહેલા ત્રણ કર્મચારીઓની છે. તેમણે રૂ.3.68 કરોડની ઉચાપત કરનાર કંપનીના ત્રણ કર્મીઓ સંદિપકુમાર ઇન્દ્રપાલ તોમર, સંદિપ બલવંત સીહાગ અને સુધીરકુમાર મેનપાલસિંગ તથા 14 વેન્ડરો સુખબીર ચરણસિંગ સોરાન, બીટ્ટુ જગબીર જાટ, પંકજ રમેશકુમાર સીહાગ, સોનુ જગબીર જાટ, અમરજિતસિંગ રામફલ, પ્રવિણ જગદિશ વર્મા, મુનિશ રામફલ સિંગ, આશુતોષ દેવેન્દ્ર સીંગલા, મયંક જયપ્રકાશ, ગોપાલરામ દાદુરામ શરન, જગદિશપ્રસાદ કાન્હારામ યાદવ, અંકિતકુમાર વિજયસિંગ સારણ, સુનિલ બલવંતસિંગ સીહાગ અને કિશોર બાબુભાઇ રાણાવાડીયા એમ કુલ 17 વિરૂધ્ધ ગુનો નોંધાવ્યો હતો. પીઆઇ એમ.એમ. જાડેજા વધુ તપાસ ચલાવી રહ્યા છે.

ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને ડિઝલ, ભેળસેળ, ચોરી બાદ હવે કર્મચારીઓની હરકતથી હાલાકી
ઔદ્યોગિક નગરી ગાંધીધામ સંકુલ એ ટ્રાન્સપોર્ટનું હબ ગણાય છે. પરંતુ પેટ્રોલ-ડિઝલના ભાવને કારણે, લોકડાઉનને કારણે મંદીની માર વચ્ચે અસ્તિત્વ ટકાવી રાખનાર આ ઉદ્યોગમાં છેલ્લા ઘણા સમયથી ટ્રાન્સપોર્ટરો વાહન ચોરી, ટ્રકમાં લોડ થયેલા માલની ચોરી, ટ્રકમાં ભરેલા માલમાં ભેળસેળ કરનાર ગેંગને કારણે થતી નુકશાનીથી ત્રસ્ત થયેલા આ ઉદ્યોગમાં હવે ટ્રાન્સપોર્ટરો પોતાના કર્મચારીઓ દ્વારા જ કરવામાં આવતી ઉચાપતના કેસો બહાર આવી રહ્યા છે ત્યારે હવે પોતાના કર્મીઓ થકી જ હાલાકી ઉભી થઇ રહી હોવાની સ્થિતિ ઉભી થઇ છે.

અન્ય સમાચારો પણ છે...