સંક્રમણ:કેરળથી આવેલા 3 ને કોરોના: અઢી મહિના બાદ નોંધાયા કેસ

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કચ્છમાં લાંબા સમયથી નવા કોઇ કેસ કોરોના ના જોવા મળતા ન હોવાથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો, પરંતુ મંગળવારે ગાંધીધામમાં ત્રણ નવા કેસ પોઝિટિવ સામે આવ્યા હતા. આ ત્રણેય શખ્સો કેરેલાથી આવ્યા હોવાનું સામે આવ્યું હતું.

સતાવાર સુત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર મંગળવારે કચ્છના આર્થિક પાટનગર ગણાતા ગાંધીધામમાં ત્રણ નવા કોરોનાના કેસ સામે આવ્યા હતા. આમાંથી બે વ્યક્તિઓ ગત 5 સપ્ટેમ્બરના તો અન્ય એક વ્યક્તિ 7 સપ્ટેમ્બરના ગાંધીધામ આવ્યા હતા. જે ત્રણેય હવાઈ માર્ગે કેરળથી અમદાવાદ પહોચ્યા હતા. ત્યાંથી ગાંધીધામ રોડ રસ્તે આવ્યા હતા. અહી આવ્યા બાદ તેમની તબીયતમાં પરિવર્તન લાગતા તપાસ કરાવી હતી, જે તમામ ત્રણેયના ટેસ્ટ કરાતા તે પોઝિટિવ આવ્યા હતા. આ અંગે તેમની સ્થિતિ શું છે તે જાણવા ગાંધીધામના તાલુકા આરોગ્ય અધિકારી ડો. દિનેશ સુતરીયાનો સંપર્ક સાધતા તેમણે ત્રણેયની હાલત હાલ સ્થિર હોવાનું અને ઘરેજ આઈસોલેટેડ હોવાનું જણાવ્યું હતું. જાણકાર વર્તૂળોના જણાવ્યા મુજબ સાવચેતિ રાખવામાં ન આવે તો કોરોનાના પોઝિટિવ કેસનું પ્રમાણ વધી શકે તેમ છે. હાલ પણ અન્ય બિમારીઓ માથું ઉચકી રહી છે ત્યારે વધુ તકેદારી લોકો રાખે તે ઇચ્છનીય છે.

અન્ય સમાચારો પણ છે...