ધરપકડ:મેઘપર (બો) ની કંપનીમાંથી ચોરેલા 15 હજારના કેબલ સાથે 3 પકડાયા

ગાંધીધામ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક માસ પહેલાં ઘટના બની હતી : જીપ સહિત 2.65 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

અંજાર તાલુકાના મેઘપર બોરીચીમાં આવેલી ખાનગી કંપનીની પાછળના ટ્રાન્ફોર્મરમાંથી એક માસ પહેલાં રૂ.15,000 ની કિંમતના કેબલ ચોરી કરનાર ત્રીપુટીને સ્થાનિક પોલીસે પકડી લઇ બોલેરો જીપ સહિત કુલ રૂ.2.65 લાખ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ બાબતે પીઆઇ એમ.એન.રાણાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, તા.23/9 થી તા.9/10 દરમિયાન મેઘપર બોરીચીમાં આવેલી જીનસ કંપનીના પાછળના ભાગે આવેલા ટ્રાન્સફોર્મરમાંથી રૂ.15,000 ની કિંમતના 400 એમએમએસટી 11 મીટર કેબલ ચોરી થયો હોવાની ફરિયાદ કંપનીના એચઆર મેનેજર ભીકારીચરણ શંસારી સાહુએ તા.10/10 ના રોજ નોંધાવી હતી.

આ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ભેદ ઉકેલવા ચક્રો ગતિમાન કર્યા હતા. તે દરમિયાન પીક અપ ગાડીમાં કેટલાક ઇસમો ચોરી કરેલો મુદ્દામાલ લઇને વરસામેડીથી અંજાર તરફ આવી રહ્યા હોવાની મળેલી બાતમીના આધારે ગોઠવેલી વોચ દમિયાન બાતમી મુજબની ગાડી આવતાં રોકી તેની તલાશી લેતાં જાડા કેબલના ટુકડા, પ્લાસ્ટિકના પાતળા કેબલના ટુકડાતેમજ એલ્યુમિનિયમ કેબલનો ભંગાર મળતાં આ બાબતે ગાડીમાં સવાર ત્રણ શખ્સને પૂછપરછ કરતાં આ કેબલ તેમણે જીનસ કંપનીમાંથી ચોરી કર્યો હોવાની કબૂલાત આપતાં ગાંધીધામના ભારતનગરમાં રહેતા નવિન વાલજીભાઇ બુચિયા, ગણેશનગરમાં રહેતા નિતિન ગોવિંદભાઇ ધોરીયા અને ભચાઉના શિકારપુર રહેતા અકબર હુસેન ત્રાયાને ચોરાઉ રૂ.15,000 ની કિ઼મતના કેબલ અને એલ્યુમિનિયમની પટ્ટી સાથે પકડી લઇ રૂ.2.50 લાખની બોલેરો પીક અપ ગાડી સહિત કુલ રૂ.2,65,000 નો મુદ્દામાલ કબજે કરી એક માસ પહેલાની ચોરીનો ભેદ ઉકેલી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...