તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરીનો ભેદ ઉકેલાયો:આદિપુરમાંથી 7 ચોરાઉ બાઇકો સાથે 3 આરોપી તુટેલી નં. પ્લેટથી ઝડપાયા

ગાંધીધામ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હાશ ! બે દિવસમાં છ વાહન ચોરી નોંધાયા બાદ ભેદ ઉકેલાયો
  • બે બુલેટ કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરના ઘરેથી, બાકીના ગેરેજમાંથી મળ્યા

આદિપુરમાં છેલ્લા બે દિવસમાં બે બુલેટ સહિત છ બાઇક ચોરીની ઘટનાઓ બાદ સ્થાનિક પોલીસે સતત વોચ ગોઠવી એક કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર સહિત ત્રણ જણાને ચોરાઉ 7 બાઇકો સાથે પકડી લઇ વાહન ચોરીઓનો ભેદ ઉકેલતાં હાશકારો અનુભવાયો છે.

આદિપુર પોલીસ મથકના પીએસઆઇ એચ.એસ.તિવારીએ વિગતો આપતાં જણાવ્યું હતું કે , છેલ્લા બે દિવસમાં છ વાહન ચોરી નોંધાઇ હતી તેને અનુસંધાને પોલીસે શહેરમાં સતત વોચ ગોઠવી હતી. આ વોચ દરમિયાન વંદના ચોકમાં ટીમને અડધી તૂટેલી નંબર પ્લેટ વગરની બાઇક પર જતા શંકાસ્પદ બાઇક સવારને ઉભો રાખી રજિસ્ટ્રેશનના કાગળો માગતાં ન હોવાનું જણાવી આ બાઇક ટીએઝેડ વિસ્તારમાંથી ચોરી કર્યું હોવાની કબૂલાત આપી હતી. તે કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોર હોઇ તેને યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતાં તેણે અન્ય ચાર બાઇક અને બે બુલેટ અલગ અલગ જગ્યાએથી ચોરી કર્યા હોવાનું જણાવીબે બુલેટ પોતાના ઘરે હોવાનું તેમજ ચાર બાઇક બે જણાને વેંચવા આપ્યા હોવાનું જણાવ્યું હતું.

આ હકિકતના આધારે બે બુલેટ તેના ઘરેથી તેમજ અન્યગ ચાર બાઇક અંતરજાળના ઓમપ્રકાશ ઉર્ફે પકીયાના ગેરેજમાંથી જપ્ત કરી ઓમપ્રકાશ અને અંતરજાળનો જ રાકેશ ઉર્ફે મેહુલ વિજયભાઇ ભીલને રાઉન્ડઅપ કરી ચોરાઉ 7 વાહનો કબજે કરી વધુ પુછપરછ હાથ ધરી હતી.

કિશોર યુ-ટ્યુબથી ચોરીની ટ્રીક શીખ્યો
આ વાહન ચોરીઓને અંજામ આપનાર કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોર યુ-ટ્યુબના માધ્યમથી વાહન ચોરી કરવાની પધ્ધતિ શિખી વાહન ચોરીને અંજામ આપવાની મોડેસ ઓપરેન્ડી અપનાવતો હોવાનું તેની પુછપરછમાં બહાર આવ્યું હોવાનું પોલીસે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...