બચાવ કાર્ય:કતલના ઇરાદે લઇ જવાતા 3 અબોલ જીવ બચાવાયા

ગાંધીધામ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આડેસર ચેકપોસ્ટ પાસે બોલેરો ચાલક પકડાયો

આડેસર ચેકપોસ્ટ પાસે બાતમીના આધારે વોચમાં ઉભેલી સ્થાનિક પોલીસે કતલના ઇરાદે લઇ જવાતા 3 અબોલ જીવોને બચાવી લઇ રૂ.45,000 ની કિંમતની ત્રણ ભેંસો સાથે એકની અટક કરી 4 વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો. આ બાબતે આડેસર પોલીસ મથકના પીએસઆઇ વાય.કે.ગોહિલે વિગતો આપતાં જણાવ્યું હતું કે, ગત મોડી રાત્રે આડેસર ચેકપોસ્ટ પર સ્થાનિક પોલીસ વાહન ચેકિંગ કરી રહી હતી ત્યારે સામખિયાળી તરફથી પૂર ઝડપે આવતી બોલેરો પીક-અપ ગાડીને રોકવા ઇશારો કર્યો છતાં ઉભો ન રહેતાં તેનો પીછો કરાયો હતો અને ચેકપોસ્ટથી થોડે દૂર ત ગાડીને આંતરી ઉભી રખાવતાં બે ઇસમો નાસવા લાગ્યા હતા જેમાંથી બનાસકાંઠાના રમજાનખાન અકબખાન બલોચને પીછો કરી પકડી લીધો હતો.

પકડાયેલા રમજાનને બોલેરોમાં ઘાસચારા વગર ત્રાસ દાયક રીતે બાંધીને રાખેલા અબોલ જીવોને લઇ જવાની પરમિટ માગતાં તેના પાસે કોઇ આધાર પુરાવા કે પરમિટ ન હોતાં બોલેરોમાં બાંધેલી રૂ.45,000 ની કિંમતની ત્રણ ભેંસોને મુક્ત કરી આડેસર જીવદયા પાંજરાપોળ ખાતે લઇ જવાઇ હતી. પકડાયેલારમજાનની પુછપરછમાં આ ભેંસ કટારીયા ગામે રહેતા સેંધાભાઇ ભરવાડે ભરાવી હોવાનું તેમજ પાટણના નેદરા ગામે રહેતા ઇબ્રાહિમભાઇને ત્યાં ઉતારવાની હોવાનું જણાવ્યું હતું. પોલીસે નાસી ગયેલા રામાભાઇ પચાણભાઇ રબારી સહિત 4 વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...