આત્મનિર્ભર ગ્રામ યાત્રા:અંજારના 4 ગામમાં 2.92 કરોડના વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયા

ગાંધીધામ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આઝાદીનો અમૃત મહોત્સવ અંતર્ગત આત્મનિર્ભર ગ્રામ યાત્રા યોજાઇ

આઝાદીનો અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર રાજ્યમાં આત્મનિર્ભર ગ્રામયાત્રા યોજાઇ હતી. જેમાં કચ્છ જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં છેવાડાના લોકો સુધી સરકારની વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓની સહાય લાભાર્થીઓને આ યાત્રા દ્વારા અપાઇ છે.

આત્મનિર્ભર ગ્રામ યાત્રા અંતર્ગત અંજાર તાલુકાના 4 ગામે પૂર્વ રાજ્યમંત્રી તેમજ અંજાર ધારાસભ્ય વાસણભાઈ આહિરના અધ્યક્ષ પદે 20મી નવેમ્બરના રોજ મીંદિયાળા, મોટી નાગલપર, લાખાપર ગામે તેમજ વરસામેડી એમ કુલ ચાર ગામોએ આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. દરેક ગામના ગ્રામજનો દ્વારા આત્મનિર્ભર રથનું ઉમળકા ભેર સ્વાગત કરવામાં આવ્યુ હતુ. આત્મનિર્ભર ગ્રામ યાત્રા કાર્યક્રમ અંતર્ગત અંજાર તાલુકામાં સરકારની જુદી જુદી વિકાસ યોજનાના રૂપિયા 292 લાખના વિકાસકામોનું લોકાર્પણ/ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. તેમજ શ્રમજીવીઓને ઇ-શ્રમ કાર્ડ, કુંવરબાઈના મામેરા યોજનાના ચેક, સખી મંડળને લોન ચેક, આઈ.સી.ડી.એસ યોજના હેઠળ સગર્ભા બહેનોને તથા કૂપોષિત બાળકોને કિટ વિતરણ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...