તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિડીયો કોન્ફરન્સ:29 દરખાસ્ત પર આજે કરાશે મંથન, દીન દયાળ પોર્ટની સરકારી બાબુઓની હાજરીમાં બોર્ડ મીટિંગ

ગાંધીધામ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વીડિયો કોન્ફરન્સથી થશે બેઠક : તમામ સભ્યો સરકારી જ રહેશે

દીન દયાળ પોર્ટમાં જુની બોડીની મુદ્દત માર્ચ મહિનામાં પુરી થયા પછી નવી બોડીની રચનામાં માત્ર સરકારી બાબુઓનો જ દબદબોર હ્યો છે. અધર ઇન્ટ્રેસ્ટના ટ્રસ્ટી કે લેબર પ્રતિનિધિની વરણી ન થતાં સંપૂર્ણ રીતે બાબુશાહીની અમલવારી જે કહે તેમ ચાલશે તેવું બનશે. આવતી કાલે આવી મળનારી પ્રથમ બેઠકમાં ડેઝીંગના ટેન્ડર સહિતની 29 દરખાસ્તો પર મંથન કરીને વિડીયો કોન્ફરન્સ થકી બેઠકમાં મંજુરી પણ આપી દેવામાં આવશે. 
ખાનગીકરણની પ્રક્રિયાને વેગ આપવા પણ યુનિયનોના વિરોધ પછી પણ હીલચાલો ચાલી રહી છે.
મેજર પોર્ટ ઓથોરીટીમાં ફેરફાર પછી નિયમો બદલાઇ તે માટે તૈયારી ચાલી રહી છે. ખાનગીકરણની પ્રક્રિયાને વેગ આપવા પણ યુનિયનોના વિરોધ પછી પણ હીલચાલો ચાલી રહી છે. કંપનીકરણની દિશામાં ચાલતી કાર્યવાહીની સાથે સાથે શુક્રવારે પ્રથમ વખત કોઇ ગેરસરકારી સભ્યની હાજરી વગરની પ્રથમ બોર્ડ મીટિંગ દીન દયાળ પોર્ટની બોલાવવામાં આવી છે. આ બેઠકમાં સૂત્રોના દાવા મુજબ 29 જેટલી દરખાસ્તો મુકવામાં આવી છે. 7મી બર્થનું મરંમત, વેસ્ટ ગેટ રોડ બનાવવા વગેરે બાબતોને આવરી લેવામાં આવી છે ત્યારે વર્તમાન સમયમાં કોરોનાની સામે જંગે ચડવા અને પોર્ટને સતત ધમધમતું રાખવા માટે લેવામાં આવેલા પગલા અને તેનો થયેલો ખર્ચની પણ આ પ્રસંગે ચર્ચા વિચારણા કરીને લીલીઝંડી આપવામાં આવે તેવી શક્યતા છે. આ બેઠકમાં કોઇ મુદ્દા પર વિરોધ થાય તેવું હાલના તબક્કે વાતાવરણ જોતા જણાતું નથી. કારણ કે યુનિયનના કે અધર ઇન્ટ્રેસ્ટના કોઇ સભ્યની વરણી ન થઇ હોવાથી બાબુશાહી જે ધારે તેવા નિર્ણયો વિરોધ વગર નિયમ મુજબ લઇ શકશે. અગાઉ એવું પણ બની ચૂક્યું છે કે, કામદારના હીત કે સંકુલના હીતને અવરોધતા હોયતેવા કિસ્સામાં જે તે સમયના લેબર ટ્રસ્ટી મનોહર બેલાણી, એલ.સત્યનારાયણ અને તે અગાઉ મોહન આસવાણીએ વિરોધ કરી ચૂક્યા છે. જે બાબત બોર્ડના રેકર્ડ પર પણ આવી છે. 
ચારમાંથી એક જ પાઇલેટ લોંચ કાર્યરત
દીન દયાળ પોર્ટમાં ગેરવહીવટને કારણે પણ અનેકવિધ પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. તાજેતરમાં ભારે પવનને કારણે જહાજ અથડાયાની ઘટના બની હતી. જેમાં એક જ ટગથી લાંગરવાની પ્રક્રિયા કરવી પડી હોવાની વાત બહાર આવી હતી. દરમિયાન હવે જોવામાં આવે તો ચાર પાઇલોટ લેંચ છે જેમાં એક નાગપુરમાં બંધ હાલતમાં છે. બીજી ડાઇડોક પર પડી છે. અન્ય એક મરંમત માગી રહી છે. અવારનવાર રજૂઆત કરવામાં આવ્યા છતાં આ બાબતે મગનું નામ મરી પાડવા સંબંધિત અધિકારીઓ દ્વારા પગલા ભરવામાં આવ્યા નથી તે હકીકત છે. એચએમએસ યુનિયન દ્વારા ચેરમેન સહિતનાનું ધ્યાન જે તે સમયે દોરવામાં આવ્યું હતું અને બોર્ડ મીટિંગમાં પણ ટગના મુદ્દે ભાડેથી લેવાની બાબતમાં દલીલો થઇ હતી. હાલ જે પાઇલેટ લોંચ છે તેમાં સમુદ્રનું પાણી પણ ભરાય છે તેવી ફરીયાદો ઉઠે છે. આવી સ્થિતિ વચ્ચે જરૂરીયાત હોય તેવા કામોને અગ્રતા આપવામાં પ્રશાસન કેમ નબળું પડે છે તેની પાછળ કયા અધિકારીની ભુંડી ભૂૂમિકા છે તે અંગે પણ હાલ પોર્ટના કર્મચારીઓમાં ચર્ચાઓ શરૂ થઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો