ક્રાઇમ:બિદડામાં ATM અને બેંકની 26 લાખની મત્તા બચી ગઇ ! ગામમાં ચાર સ્થળે ચોરી

ગાંધીધામએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છમાં એક રાત વચ્ચે તસ્કરીના 8 બનાવથી ચકચાર - Divya Bhaskar
કચ્છમાં એક રાત વચ્ચે તસ્કરીના 8 બનાવથી ચકચાર
  • માત્ર 15 હજાર સાથેનું કેશબોક્ષ ચોરાયું
  • ગળપાદરમાં ટ્રેઇલરની ટ્રોલી, કિડાણા-અંજારમાં દ્વિચક્રી વાહનો, ચોબારીમાં મોબાઇલ ચોરાયો

કચ્છમાં માંડવીના બિદડામાં ચાર જગ્યાએ તો, ગાંધીધામના ગળપાદર, કિડાણા, અંજાર અને ચોબારીમાં એક રાત વચ્ચે ચોરીના 8 બનાવ સામે આવતાં કાયદાના રક્ષકોમાં દોડધામ મચી જવા પામી છે.

તસ્કર સીસીટીવી કેમેરામાં કેદ
તસ્કર સીસીટીવી કેમેરામાં કેદ

માંડવીના બિદડા ગામે બેન્ક અને એટીમએમના શટરના તાળા તોડીને તસ્કર અંદર પ્રવશ્યો હતો. ચોરીનો અથાગ પ્રયાસ કરનાર તસ્કરને માત્ર ખાલી કેશ બોક્ષ હાથ લાગ્યું હતું. બેન્કના સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ બેન્કમાં રહેલા 20 લાખ અને એટીએમમાં રહેલા 6 લાખ રૂપિયા સહિત 26 લાખની રકમ તસ્કરને હાથ ન લાગતાં સલામાત મળી આવી છે. જ્યારે ચોરી કરવા આવનાર પતરાનું 1,500નું કિંમતનું ખાલી બોક્ષ ઉઠાવી ગયો છે. બેન્ક મેનેજર ભગવાન દાન જે.ગઢવીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તો, તસ્કરે બહારનો કેમેરો તોડી નાખ્યો હતો. જ્યારે અંદરના સીસીટીવી કેમેરામાં મોઢા પર કાળો રૂમાલ બાંધેલો કંડેરાઇ ગયો છે. બનાવની જાણ જતાં બિદડા ગામે ડીવાયએસપી સહિતનો કાફલો ધસી આવ્યો હતો.

ગળપાદર રોડ ઉપર આવેલા ઇમ્તિયાઝભાઇના આઇપી ગેરેજમા઼ રિપેરિંગ માટે ગેરેજ બહાર જીજે-12-બીટી-5180 નંબરનું ટ્રેઇલર રાખ્યું હતું તે ટ્રેઇલરની એક્સેલ ટાયરો સહિત 22 ફૂટ લાંબી ટ્રોલી કિંમત રૂપિયા .2,30,000ની કિંમતની ચોરી કરી જતાં ગાંધીધામના સુભાષનગરમાં રહેતા ટ્રાન્સપોર્ટર પ્રવેશ પુરણસિંઘ ગઢવીએ એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. અંતરજાળમાં રહેતા મહિપતસિંહ નિહાલસિંહ સોઢા પોતાનું 15,000 ની કિંમતનું જીજે-12-બીપી-5718 નંબરનું બાઇક પોતાના કિડાણા સોસાયટીમાં રહેતા મિત્રના ઘરે તા.23/8 ના પાર્ક કર્યું હતું જે બાઇક કોઇ અજાણ્યા ઇસમોએ ચોરી કરી હોવાની ફરિયાદ તેમણે બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાવી છે.

અંજારના વિજયનગરમાં રહેતા અને હેન્ડીક્રાફ્ટનું કામ કરતા હેતલબેન હિતેષભાઇ ઠક્કરે તા.21/8 ના સવારે તેમનું રૂ.40,000 ની કિંમતનું જીજે-12-ડીઇ-6254 નંબરનું એક્ટિવા પડ્યું હતું પરંતુ બપોરે બહાર નિકળ્યા ત્યારે એક્ટિવા કોઇ ચોરીને લઇ ગયું હતું. તેમણે અંજાર પોલીસ મથકે વાહન ચોરીની ફરિયાદ નોંધાવી છે.

ચોબારીના ભુરાગડા વિસ્તારમાં રહેતા સવજીભાઇ ગણેશાભાઇ ઢીલાએ ફરિયાદ નોંધાવી છે કે, બનાવ તા.22/8 ના રાત્રે બન્યો હતો જેમાં તસ્કરે ખુલ્લા ઘરમાં પ્રવેશ કરી રૂ.22,990 ની કિંમતનો સેમસંગ ગેલેક્સી એ-7 મોબાઇલ ચોરી કરી ગયો હતો. ભચાઉ પોલીસે તેમની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...