દરોડો:મોટી ચીરઇમાં છૂપાવેલો 2.53 લાખનો દારૂ ઝડપાયો

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસના દરોડામાં બે આરોપીઓ હાજર ન મળ્યા

ભચાઉ તાલુકાના નવી મોટી ચીરઇ કન્યા છાત્રાલય પાછળ બુટલેગરોએ બાવળની ઝાડીમાં છૂપાવેલો રૂ.2.53 લાખની કિંમતનો વિદેશી શરાબનો જથ્થો પોલીસે બાતમીના આધારે દરોડો પાડી ઝડપી લીધો હતો, જો કે આ દરોડા દરમિયાન બે બુટલેગર હાજર મળ્યા ન હતા.

ભચાઉ પોલીસ મથકની ટીમ ગત રાત્રે પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે નવી મોટી ચીરઇ પાસે આવતાં હેડકોન્સ્ટેબલ બળદેવસિંહ જાડેજા અને કોન્સ્ટેબલ અશોકજી ઠાકોરને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે નવી મોટી ચીરઇના અરવિંદસિંહ પરબતસિંહ ઝાલા અને મુળ રાપરના માણાબાનાો હાલે જુની મોટી ચીરઇ રહેતો મહેશ દેવા ભરવાડે સાથે મળી ગામના કન્યા છાત્રાલય પાછળના ભાગે બાવળની ઝાડીઓમાં અંગ્રેજી શરાબનો જથ્થો ઉતાર્યો છે.

આ બાતમીના આધારે ત્યાં દરોડો પાડતાં બાવળની ઝાડીમાં સંતાડેલા રૂ.2,53,440 ની કિંમતના ભારતીય બનાવટના વિદેશી દારુની 648 બોટલો મળી આવી હતી. પરંતુ બન્ને બુટલેગરો દરોડા સમયે હાજર મળ્યા ન હતા. બન્ને સામે પોલીસે ગુનો નોંધી તેને પકડવા ચક્રો ગતિમાન કરાયા હોવાનું ભચાઉ પોલીસ મથકના પીઆઇ આર.આર.વસાવાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...