તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઇફેક્ટ:કંડલા ટિમ્બર ઉદ્યોગને 2500 કરોડનો ફટકો

ગાંધીધામ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોના કાળમાં 24% ફેક્ટરીઓ બંધ પડી ગઈ, માંગ ઘટી, શ્રમિકો પરત ન આવ્યા હોવાથી આપતી જેવી પરિસ્થિતિ
  • એશિયાના અગ્રગણ્ય ઉદ્યોગ પર કોરોનાના કારણે મંદીની માર
  • કન્ટેનર ભાડુ 900 થી વધીને 1900 ડોલર થઈ ગયા

વિશ્વના ભૌગોલિક ક્ષેત્રફળના હિસાબે સૌથી મોટા ખંડ એશિયાનાં સૌથી મોટા ટિમ્બર માર્કેટ તરીકે નામના પ્રાપ્ત કંડલા ટિમ્બર ઉધોગ કોરોના કાળ બાદથી ભારે સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. કુલ વાર્ષિક 10 હજાર કરોડના ગણાતા આ માર્કેટમાં 2500 હજાર કરોડ જેટલો ઘટાડો આવ્યો છે. જેની પ્રત્યક્ષ અને પરોક્ષ અસર હજારો લોકો પર પડી છે.કંડલા ટિમ્બર સંગઠનમાં 1700 જેટલા સભ્યો સામેલ છે, જે તમામ છેલ્લા દોઢ વર્ષથી કોરોના કાળના કારણે આવેલી વૈશ્વિક મંદીનો શિકાર બની રહ્યા છે.

વર્તમાન પરિસ્થિતિ એવી બની છે કે એશિયાનાં અગ્રગણ્ય ગણાતા આ ટિમ્બર ઉધોગ કે જે વાર્ષિક સ્તરે 10 હજાર કરોડની ક્ષમતા નો ગણાય છે, તેમાં 2500 કરોડનું બાકોરુ પડી ગયું છે. 24% જેટલી ફેક્ટરીઓ લેબર સપ્લાય અને માંગ ના હોવાથી બંધ પડી ગઈ છે. અઢળક એવા ટિમ્બર વેપારીઓના દાખલા છે, જેની પેમેન્ટ સાઈકલ પુરી ન થઈ શકતા બેંકમાં ડિફોલ્ટર બની રહ્યા છે. કન્ટેનર ભાડુ જે 900 ડોલર હતું, તે 100% વધીને 1900 ટકા જેટલું થઈ ગયું છે.

જેના કારણે વેપારના સમીકરણો સેટ નથી થઈ રહ્યા. આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે જે ટિમ્બર ઉધોગ પર ફર્નિચર પાર્ક સહિતના સ્વપ્નાઓ સરકાર સેવી રહી હતી, તેના પર ઝંબુળતી સમસ્યાઓ અંગે હવે ઉધોગ સરકાર તરફ રાહતની આશા જોઇ રહ્યા છે.

દોઢ લાખ શ્રમિકોની જરૂરીયાત રાખતું માર્કેટ
ટિમ્બર ઉધોગના માર્કેટમાં શ્રમિકોની ખાસ માંગ અને જરૂરીયાત રહે છે. એક અંદાજા મુજબ દોઢ લાખ જેટલા શ્રમિકો અહિ રોજગારી મેળવી રહ્યા છે. પરંતુ કોરોના કાળના કારણે ભયથી પોતાના માદરે વતન બંગાળ, અને ઉડીસા ચાલ્યા ગયેલા શ્રમિકો માંથી બંગાળમાં ચૂંટણીઓ હોવાના કારણે ઘણા શ્રમિકો પરત આવ્યાજ ન હોવાનું પણ સામે આવ્યું હતું. જે પણ એક મોટુ કારણ ટિમ્બર ઉધોગ પર ફટકાનું પડી રહ્યું છે.

GST 18% થી ઓછી કરીને 5% કરો: ટિમ્બર એસો.
કંડલા ટિમ્બર એસો. ના ઉપપ્રમુખ હેમચંદ્ર યાદવે જણાવ્યું હતું કે હાલ આયાત ટિમ્બર પર 18% ડ્યૂટી લાગુ પડે છે, જેને ઘટાડીને 5% કરવી જોઇએ. ત્યારે જઈને કેટલીક હદ સુધી વેપારીઓને રાહત મળી શકે તેવી પરિસ્થિતિ પેદા થશે.

અન્ય સમાચારો પણ છે...