કાર્યવાહી:રાજસ્થાનના સાંચોરની હોટલમાં ચાલતી જુગાર ક્લબમાં કચ્છથી રમવા ગયેલા 25 ખેલીઓ લાખોની મતા સાથે ઝડપાયા

ગાંધીધામ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લો ! હવે જુગારીઓનો બહાર જઇને જુગાર રમવાનો કિમિયો પણ નાકામ !
  • પકડાયેલા 45 ગુજરાતી જુગારી પાસેથી 34.55 લાખની રોકડ કબજે

રાજસ્થાનના સાંચોર ખાતે સીઆઇડીની ટીમે સાંચોર એસપી સાથે મળી અમર ઇન્ટરનેશનલ હોટેલમાં 15 દિવસથી ધમધમી રહેલા જુગારધામ ઉપર દરોડો પાડી ગુજરાતના રાજકોટ, જામનગર, મોરબી અને કચ્છમાંથી જુગાર રમવા ગયેલા 45 જુગારીઓને રૂ.34,55,760 રોકડ સાથે પકડી લીધા હતા. આ પકડાયેલા 45 જુગારીઓમાંથી 25 ખેલીઓ કચ્છના રાપર, ભચાઉ, લાકડિયા, ગાંધીધામ, ભુજ, નખત્રાણા, મુન્દ્રા અને માંડવીના હતા.

આ બાબતે પ્રાપ્ત વિગતો મુજ સાંચોરીની સ્થાનિક પોલીસને અંધારામાં રાખી સીઆઇડીની ટીમે ઝાલોર જિલ્લા પોલીસ અધીક્ષક શ્યામસિંહ , સાંચોર પોલીસ અધિક્ષક દશરથસિંહ અને આરપીએસના વિરેન્દ્રસીંહને સાથે રાખી સાંચોર ચાર રસ્તા નજીક આવેલી અમર ઇન્ટરનેશનમાં છેલ્લા 15 દિવસથી ચાલી રહેલા જુગારધામ ઉપર દરોડો પાડ્યો હતો અને ગુજરાતના કુલ 45 જુગારીઓ વિરૂધ્ધ સાંચોર પોલીસ મથકે ગુનો નોંધાવી રૂ.35,55,760 રોકડ રકમ જપ્ત કરી હતી આ 45 પૈકી 20 ખેલી કચ્છના હતા.

આ છે સાંચોરમાં પકડાયેલા કચ્છના જુગારીઓ
01. જયંતિભાઇ ખેતશીભાઇ નાકરાણી(પટેલ), રહે.સાંયરા-નખત્રાણા
02. ફારૂખ ઇસ્માઇલભાઇ કુંભાર, રહે. રાપર-કચ્છ
03. ભરત બાબુલાલ હળપાણી (પટેલ), રહે. સાયરા યક્ષ- નખત્રાણા
04. સત્તાર ફકીર મોહમ્મદ , રહે. મુન્દ્રા-કચ્છ
05. ગજાનંદ જયંતિલાલ બ્રાહ્મણ, રહે. જુના કટારિયા-ભચાઉ
06. મુરાદ હાજી અલ્લારખ્ખા મીર, રહે. લાકડિયા
07. કેતન બાબુભાઇ સોની (આરટીઓ એજન્ટ),
રહે. ભાવેશ્વરનગર-ભુજ
08. કાસમ અબુભાઇ સુમરા, રહે. કાઠાવાળા નાકે-મુન્દ્રા
09. સલીમ હમીદભાઇ થેબા, રહે.કાંઠાવાળા નાકું-મુન્દ્રા
10. મહેબુબ સતાર બાયડ, રહે. મહેશનગર -મુન્દ્રા
11. શામજી મુળજી મહેશ્વરી, રહે.માંડવી-કચ્છ
12.જય પ્રભુલાલ ઠક્કર, રહે. ભચાઉ-કચ્છ
13. રફિક હુસેનભાઇ સિરાજ, રહે.સિનુગ્રા-અંજાર
14. દેવીદાન લાભુભાઇ ગઢવી, રહે. ભારતનગર-ગાંધીધામ
15. નવિન કાનજીભાઇ ભટ્ટી, રહે. સુંદરપુરી-ગાંધીધામ
16. અર્જુનસિંહ પૃથ્વીરાજસિંહ સોઢા, રહે. વડઝર-ભુજ
17. હસમુખ ચુનિલાલ લોદરિયા, રહે. પદમપર-રાપર
18.મુસા હાસમભાઇ કુંભાર, રહે.ફતેહગઢ-રાપર
19. નરેન્દ્રસિંહ મેઘુભા જાડેજા, રહે.ટીંડલવા-રાપર
20. જાકબખાન કમાલખાન ચૌહાણ, રહે. સમાવાસ-રાપર
21જયેશ બલદેવભાઇ રાજગોર, રહે.ફતેહગઢ-રાપર
22. રમેશ પેથાભાઇ ખોડ, રહે. પલાંસવા-રાપર
23. કાનાભાઇ કુંભાભાઇ રાવણા, પલાંસવા-રાપર
24. યુવરાજસિંહ મંગુભા જાડેજા, રહે.વિકાસવાડી-રાપર
25. કાસમ હાજી મોખા, દાદુપીર રોડ-ભુજ

દરોડો પડતા 7 લોકો કૂદી પડ્યા તેમાં સઇના સરપંચના પતિ પણ હતા
સાંચોરની અમર ઇન્ટરનેશનલ હોટલમાં જ્યારે પોલીસે દરોડો પાડ્યો ત્યારે ડરના માર્યા 7 લોકો છત ઉપરથી કૂદી પડ્યા હતા જેમા઼થી કચ્છના ચાર લોકો હતા. ચાર પૈકી રાપરના સઇ ગામના સરપંચના પતિ અજિતસિંહ જાડેજા પણકૂદીગયા હતા જેમાં તેમને ગંભીર ઇજા પહોંચી હોવાનું બહાર આવી રહ્યું છે.તો એક ફતેહ ગઢનો રાજગોર યુવાન પણ કૂદી પડ્યો હતો. બાકીના બે વ્યક્તિના નામ જાણવા મળ્યા ન હતા.

અન્ય સમાચારો પણ છે...