તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિશ્વાસઘાતની ફરિયાદ:કંડલાથી 2.38 લાખનો કોલસો હરિયાણા રવાના કરાયો, પણ પહોંચ્યો નહીં

ગાંધીધામ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટ્રકના ડ્રાઈવર, ક્લિનર વિરૂદ્ધ વિશ્વાસઘાતની ફરિયાદ
  • 29.5 મેટ્રીક ટન ઓસ્ટ્રેલિયન કોલસો રસ્તામાં સગેવગે કરાયો

કંડલાથી 29.530 મેટ્રીક ટન કોલસાનો જથ્થો ટ્રકમાં ભરીને હરિયાણા મોકલાયા બાદ ટ્રેડરને ત્યાંની પાર્ટીએ અઠવાડીયા બાદ ફોન કરીને કોલસો આવ્યો ના હોવાની ફરિયાદ કરી હતી. જ્યારે કે ટ્રેડરે ગાંધીધામ સ્થિત ટ્રાન્સપોર્ટ પેઢીમાં તપાસ કરતા ટ્રક તો ખાલી થઈને પરત આવી ગયાનું જણાવ્યું હતું. જેથી ટ્રેડરે કંડલા પોલીસ મથકે ડ્રાઈવર અને ક્લીનર વિરુદ્ધ વિશ્વાસઘાતનો ગુનો નોંધ્યો હતો.

કંડલા મરીન પોલીસ મથકે રવિંદ્ર જાટે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે તેઓ શિવમ ટ્રેડીંગ કંપની થકી કોલસાની ખરીદી કરીને અલગ અલગ ભઠ્ઠાઓમાં વેંચાણ કરે છે. ગત તા.20/01ના પાલી ખાતે કોલસો મોકલવાનો હોવાથી પ્રવિણ ફ્રન્ટ કેરીયરમાંથી ભાડાની ટ્રકમાં 2.38 લાખની કિંમતનો 29.530 મેટ્રીક ટન ઓસ્ટ્રીલીયન કોલસો ભરીને હરીયાણાના હિસાર વિસ્તારના પાલિકા ગામે આવેલી ફેક્ટરીમાં મોકલ્યો હતો.

પરંતુ તા. 27/01ના કંપની માલિકે ફોન કરીને કોલસો ત્યાં પહોંચ્યો ના હોવાનું જણાવ્યું હતું. જેથી ફરિયાદીને પ્રવિણ કેરિયરમાં તપાસ કરતા તેમણે ગાડી ખાલી થઈને પાછી આવી ગઈ હોવાનું કહ્યું હતું. જેથી ડ્રાઈવર રાજેંદ્રકુમાર શ્યોવલાલ ચૌધરી અને સુનીલકુમાર મહાવીરસિંહ ચૌધરી વિરુદ્ધ નિયત સ્થળે 2,38,159 ની કિંમતનો કોલસો ના પહોંચાડીને વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે, કંડલાથી માલ-સામાનની હેરફેરમાં અવારનવાર જે તે ચિજવસ્તુઓ મોકલવામાં આવે છે તે ગંતવ્ય સ્થાને કેટલીક વખત પહોંચતી ન હોવાના કિસ્સા પોલીસ ચોપડે ચડે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો