તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સહયોગ:ભારતનગરમાં 230એ રસી મુકાવી, જેવીસી ટ્રસ્ટ અને વેપારી એસોસિએશન દ્વારા કેમ્પ યોજાયો

ગાંધીધામ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સંકુલમાં વેક્સિન લેવા લોકોમાં જોવા મળતો ઉમળકો : સંસ્થાઓ પણ સહયોગમાં આવી

જેવીસી ટ્રસ્ટ ગાંધીધામ કરછ અને ભારતનગર વેપારી એસોસિયેશન નાં સયુંકત પ્રયાસ દ્વારા તાલુકા હેલ્થ ઓફિસનાં નિ:શુલ્ક કોવિડ-19 વેક્સિન કેમ્પનું ગાંધીધામ ભારતનગર મધ્યે આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પની શરૂઆત ટ્રસ્ટ પ્રમુખ યોગેશકુમાર સોની, તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. દિનેશભાઈ સુતરીયા, સંસ્થા સ્થાપક પારૂલ સોની, ભારતનગર વેપાર એસોશિયેશન પ્રમુખ કમલેશ સોની, ઉપપ્રમુખ ત્રિલોક મંગલાણી, સેકેટરી સુનિલ પારવાણી, અતિથી ડો. સુનિતા દેવનાની, બ્રહમાકુમારીનાં ઈન્ચાજૅ બી. કે. સંગીતાબેન સ્થાનિક નગરસેવક મોહનભાઇ ભાનુશાળી, એકલવ્ય સોનીએ દિપ પ્રાગટય કરી કરવામાં આવી હતી.

જેવીસી ટ્સ્ટ પૃથ્વી સોની, રાહુલ ચંચલાની, ચેતનભાઈ મહેતા, દીપા વઝીરાણી અને નરેશભાઈ સોનીએ ઉપસ્થિત લોકોને કોરોના વાયરસ સામે વેકસિન નું મહત્વ સમજાવ્યું અને વેપારી મંડળનાં સુરેન્દ્ર છબલાણી, ભમિતેશ સોની, સુરેશ ધનવાણી, વિક્રમ સોની, સુનિલ ગોપલાણીએ રસીકરણ કરાવવા લોકોમાં જાગૃતતા લાવવા પ્રયાસ કર્યો હતો. આ કેમ્પ સવારે 10 વાગ્યેથી સાંજે 6વાગ્યામાં બહોળી સંખ્યામાં 230 લોકોએ રસીકરણ કરાવી લાભ લીધો હતો.

હાર્દિક ઝાલા અને યુવાશકિત યોગેશ ભીંડીએ વ્યવસ્થા સંભાળી હતી. જેવીસી ટ્રસ્ટ અને વેપારી મંડળનાં સયુંકત સેવાએ આ કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. ઉલ્લેખનીય છે કે, ગાંધીધામ- આદિપુર સંકુલમાં વેક્સિન લેવા માટે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને જે તે નજીકના કેન્દ્ર કે આરોગ્ય વિભાગના સેન્ટરોમાં જઇને વેક્સિન લેવા લોકો પહોંચી જાય છે. જુદી જુદી સંસ્થા,સંગઠનો પણ કેમ્પમાં સહયોગી બની રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...