તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ખોડાસર પાસે હોટલના ટાંકામાંથી 2.27 લાખનું બાયોડિઝલ ઝડપાયું

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકારની સૂચના બાદ બીજા દિ’એ એલસીબીની તવાઇ
  • મશીન સહિત 3.27 લાખનો મુદ્દામાલ જપ્ત : મામલતદારને જાણ કરાઇ

રાજ્ય સરકારે ગેરકાયદેસર બેઝ ઓઇલનો કાળો કારોબાર કરતા તત્વો ઉપર તૂટી પડવાની આપેલી સૂચનાના બીજા જ દિવસે પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ભચાઉ તાલુકાના ખોડાસર પાટિયા પાસે આવેલી હોટલમાં ચાલી રહેલા બેઝ ઓઇલના કાળા કારોબાર ઉપર દરોડો પાડી રૂ.2.27 લાખનું બેઝ ઓઇલ ઝડપી લઇ ટાંકો અને આઉટલેટ મશિન સહિત કુલ રૂ.3.27 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આ બાબતે મામલતદારને જાણ કરી વધુ તપાસ માટે લાકડિયા પોલીસને સોંપ્યો હતો.

આ બાબતે એલસીબી પીઆઇ સુમિત દેસાઇએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, એલસીબીની ટીમ ગત રાત્રે લાકડિયા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન બાતમી મળી હતી કે સામખિયાળી હાઇવે પર ખોડાસર ગામના પાટિયા પાસે આવેલી બિકાનેર હોટલના ગ્રાઉન્ડમાં આવેલા લોખંડના ટાંકામાંથી મોટર દ્વારા એક ઇસમ જ્વલનશીલ પદાર્થ વેંચાણ કરે છે.

આ બાતમીના આધારે ત્યાં દરોડો પાડતાં રૂ.2,27,500 ની કિંમતનો 3500 લીટર બેઝ ઓઇલનો જથ્થો મળી આવતાં રૂ.60,000 ની કિંમતના લોખંડના ટાંકા અને રૂ.40,000 ની કિંમતના ફ્યુઅલ ભરવા માટેના નોઝલ ઇલેક્ટ્રોનિક આઉટલેટ મશિન સહિત કુલ રૂ.3,27,500 નો મુદ્દામાલ જપ્ત કરી ભાવનગરના ખદરપર રહેતા કુલદિપસિંહ દિગ્વિજયસિંહ ગોહિલ સામે ગુનો નોંધાવી આ બાબતે મામલતદારને જાણ કરાયા બાદ વધુ તપાસ લાકડિયા પોલીસને સોંપાઇ હતી. આ કાર્યવાહીમાં પીઆઇ સાથે પીએસઆઇ બી.જે.જોષી અને એલસીબીનો સ્ટાફ જોડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...