ભાસ્કર વિશેષ:રોટરી ફોરેસ્ટમાં 2100 રોપાનું વાવેતર કરાશે

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સંસદ સભ્ય દ્વારા તેમની ગ્રાન્ટમાંથી 5 લાખ ફાળવ્યા
  • અતિથિઓનું સન્માન રોપા, કચ્છીશાલ અને પાઘડીથી કરાયું

રોટરી ક્લબ દ્વારા રોટરી ફોરેસ્ટ ખાતે આયુષ્ય વનનું ઉદ્દઘાટન શિપિંગ મંત્રી સોનાવાલના હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં દોઢ એકરમાં આયુષ્ય વનનું નિર્માણ કરાશે જેમાં 32 પ્રકારના આયુર્વેદિક રોપાનો ઉછેર કરાશે. 2100 રોપાનું વાવેતર કરવામાં આવશે. જેથી આવનાર પેઢી માટે આયુર્વેદિક જડીબુટ્ટીથી પરીચીત થાય અનેતેનો ઉપયોગ કરી શકે. આ આયુષ્ય વનનો વિકાસ કરવાનો ખર્ચ રોટેરીયન કિરણ ગ્રૂપ ઓફ કંપનીના મહેશ નૌરત્તમલજી ગુપ્તા પરીવાર, કિરણ ફાઉન્ડેશન દ્વારા કરાશે તેવી જાહેરાત મહેશભાઇએ કરી હતી. જેને ઉપસ્થિતોએ તાળીને ગડગડાટથી વધાવી લીધી હતી. ક્લબના ઉપપ્રમુખ બી.કે. અગ્રવાલ દ્વારા સ્વાગત પ્રવચન બાદ અથિતિઓનું સન્માન તુલસીના રોપ, કચ્છી શાલ અને કચ્છી પાઘડી દ્વારા કરાયું હતું. પ્રોજેક્ટની જાણકારી ચેરમેન કે.સી. અગ્રવાલે આપી હતી. કેન્દ્રના શિપિંગ મંત્રીએ પણ આ પ્રસંગે જણાવ્યું કે, આ રોટરી ફોરેસ્ટ ગાંધીધામ માટે મીશાલ કાયમ કરશે. સંસદ સભ્ય વિનોદભાઇ ચાવડા દ્વારા તેમની ગ્રાન્ટમાંથી 5 લાખ રોટરી ક્લબને આપવાની જાહેરાત કરાઇ હતી. તળાવ બનાવવા માટે અન્ય કંપનીના સીએસઆર ફંડમાંથી ફંડ મેળવી આપવા પ્રયત્ન કરશે તેવી જાહેરાત કરાઇ હતી. સંચાલન પૂર્વ પ્રમુખ મિતેશ ધરમશીએ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...