ભુજ:માસુમ બાળાના દુષ્કર્મીની માહિતી આપનારને 21 હજાર ઇનામ અપાશે

ગાંધીધામ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 10 હજાર પોલીસ દ્વારા અને 11 હજાર સંસ્થાએ જાહેર કર્યા

ભચાઉના યશોદાધામ પાસે રમેશ કોલોની પાછળ ચાર વર્ષીય બાળકીને બાવળની ઝાડીમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યું હોવાની ઘટનાના સાત દિવસ બાદ પણ આરોપી પોલીસ સકંજાથી દૂર રહ્યો છે, આજે બોર્ડર રેન્જ આઇજીપી સહીતના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને ઝીણવટભરી તપાસ કરી હતી.હવે પોલીસ તંત્રએ આ આરોપીની માહિતી આપનારને રૂ.10,000 રોકડ નું ઇનામ અપાશે તેવી જાહેરાત કરી છે. 

7 દિવસે પણ વણઉકેલ્યો : IG સહિતનો કાફલો ઘટનાસ્થળે
ભચાઉના યશોદાધામ પાસે રમેશ કોલોની પાછળ પશ્ચિમ બંગાળના શ્રમીક પરિવારની ચાર વર્ષની બાળકીને અજાણ્યા નરાધમે બાવળની ઝાડીમાં ખેચી જઇ પાશવી કૃત્ય કર્યું હતું અને નાસી ગયો હતો. આ 20/5 ના સાંજે બનેલી આ ઘટના બાબતે ભચાઉ પોલીસ મથકે ભોગ બનનાર બાળકીના પરિવારે ફરિયાદ નોંધાવ્યા બાદ આરોપીને પકડી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા પરંતુ સાત દિવસે પણ આરોપીનો પત્તો ન મળતાં આજે આઇજીપી સુભાષ ત્રિવેદી, ભચાઉ વિભાગના ડીવાયએસપી કિશોરસિંહ ઝાલા સહીતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને ઝીણવટભરી તપાસ કરી હતી. આ બનાવમાં આખરે પોલીસ વિભાગે જાહેરાત કરી છે કે જે કોઇ આ દુષ્કર્મના આરોપીની માહિતી આપશે તેને રૂ.10,000 રોકડ ઇનામ તેમની વિગતો ગુપ્ત રાખી આપવામાં આવશે. આ માહીતિ ભચાઉ પોલીસ મથકના પીઆઇ ડી.બી.પરમારને મોબાઇલ નંબર 9825218159 તથા ભચાઉ પોલીસ મથકના લેન્ડલાઇન નંબર 02837-224036 પર આપી શકાશે. આ દુષ્કર્મના બનાવને વખોડી આ બાબતે ઇતિહાદુલ્લ મુસ્લેમીન -એ-હિન્દના હાજી જુમ્મા રાયમા, હાજી મોહમ્મદ અગરિયા, સૈયદ લતીફશા બાપુ, શાદીકભાઇ રાયમા, હારૂનભાઇ સહિતના આગેવાનોએ દુષ્કર્મના આરોપીને તાત્કાલિક પકડી લેવા રજુઆત કરી હતી અને તેમણે પણ 11 હજાર રોકડ પુરષ્કારની જાહેરાત કરી હતી પોલીસે કરેલી આ જાહેરાત કરી છે તેને આવકારી હતી. 

અન્ય સમાચારો પણ છે...