તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દરોડો:સેક્ટર 1-એના હુક્કાબારમાંથી 20 હુક્કા, 15 ફ્લેવર જપ્ત કરાયા

ગાંધીધામ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોના પીઠબળથી ધમધમતો રહ્યો કારોબાર? સંચાલકની અટક
  • બે નબીરા હુક્કાનો આસ્વાદ લેતા મળ્યા, કુલ 19 હજારનો મુદામાલ પકડ્યો

ગાંધીધામના સેક્ટર 1એમાં સોમવારના રાત્રે પોલીસે હુક્કાબારમાં પાડેલા દરોડામાંથી 20 હુક્કા, 15 ફ્લેવર સહિત કુલ 19 હજારની કિંમત જેટલો મુદામાલ જપ્ત કરી સંચાલકની અટક કરાઈ હતી. શૈક્ષણિક અને મેડિકલ ગતીવીધી વચ્ચે આટલા સમયથી આ કારોબાર કઈ રીતે ચાલતો રહ્યો, તે દિશામાં પણ તપાસ આદરાય તે આવશ્યક હોવાનો સુર પણ આ કાર્યવાહી સાથે પ્રબળ બન્યો હતો.

સોમવારના રાત્રે 8:30 વાગ્યાના અરસામાં ગાંધીધામની એ ડિવિઝન પોલીસે ગાંધીધામના સેક્ટર 1એમાં પ્લોટ નં. 244માં અંબીકા ક્લાસીસ કેર્સના પહેલા માળે ધમધમતા હુક્કાબાર પર દરોડો પાડ્યો હતો. જ્યાં તપાસ કરતા ખુલ્લેઆમ હુક્કાબાર ધમધમતો હોવાનું સામે આવ્યું હતું. જેના સંચાલક નરેંદ્રસિંહ ભીમસિંહ વાઘેલા (ઉ.વ.31) ની અટક કરાઈ હતી તો સ્થળ પર હુક્કાનો આસ્વાદ લેતા બે નબીરાઓ પણ મળી આવ્યા હતા, જેમનું પણ નિવેદન લેવાયું હતું. આ કાર્યવાહીમાં કુલ 18,985નો મુદામાલ જપ્ત કરાયો હતો.

છાને છપને હોટલો અને રેસ્ટોરંટમાં પણ ધમધમતી હુક્કાની ગેરકાયદે પ્રવૃત્તિ
એકસમયે સંકુલમાં મોટા પાયે વિસ્તરી ચુકેલા હુક્કાબારની પ્રવૃતિને ગૃહમંત્રાલયે કડક હાથે કામ લઈને બંધ કરાવ્યા બાદ છાનેછપને હોટલોમાં હુક્કાઓને અલગ અલગ રુમમાં પીરસવા અને રેસ્ટોરંટના નામ સાથે હુક્કા આપવાનો કારોબાર ધમધમી રહ્યાની પણ લોકમુખે ચર્ચા છે.

અન્ય સમાચારો પણ છે...