તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સપાટો:મુંદ્રા પોર્ટ પર 20 કરોડનું ડીઝલ, કેરોસીન,10 કરોડનો ઈલેક્ટ્રોનીક સામાન સીઝ

ગાંધીધામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • દિલ્હીના આયાતકારો અને કસ્ટમ બ્રોકર દ્વારા કરાયેલી શંકાસ્પદ આયાતના મામલે DRI અને કસ્ટમની કાર્યવાહી
  • બંને મામલે ગાંધીધામ, મુંદ્રા સહિત કુલ 15થી વધુ સ્થળોએ સર્ચઃ તુઘલખાબાદ આઈસીડી માટે આયાત થયેલા 60 કન્ટેનરો સીલ

મુંદ્રા પોર્ટ પર કસ્ટમના એસઆઈઆઈબી વિભાગ દ્વારા બે મહત્વપુર્ણ કન્સાઈમેન્ટને ઝડપી પાડીને કરોડોના દાણચોરીનો પર્દાફાશ કર્યો હતો. એક કાર્યવાહીમાં મીસ ડિક્લેરેશન કરીને ઘુસાડવામાં આવી રહેલા ડીઝલ અને કેરોસીનના 60 કન્ટેનરો જેટલો જથ્થો સીઝ કરાયો હતો, જેની કિંમત 20 કરોડ થવા જાય છે. તો બીજા કિસ્સામાં 6 જેટલા કન્ટેનરો સીઝ આવાજ એક મામલામાં સીઝ કરાયા હતા, જેમાં ઈલેક્ટ્રોનીક સામાનમાં અંડર વેલ્યુએશનનો મોટો જથ્થો મળી આવ્યો હતો. જે મામલામાં કસ્ટમે 10 કરોડ જેટલાનો જથ્થો સીઝ કર્યો હતો.

મુંદ્રા પોર્ટ પર કસ્ટમ વિભાગના એસઆઈઆઈબી વિભાગ દ્વારા મહત્વપુર્ણ કાર્યવાહી ગત સપ્તાહે હાથ ધરીને દિલ્હીના તુઘલખાબાદ આઈસીડી માટે આયાત થયેલા 60 જેટલા કન્ટેનરો અટકાવ્યા હતા. જેમાં લાઈકોલ ડિક્લેર કરાયેલા તમામ જથ્થાનું સેમ્પલ લઈને તપાસ કરાવતા તેમાથી મહતમ કન્ટેનર ડીઝલના અને કેટલાક કેરોસીનના હોવાનું સ્પષ્ટ થતા વિભાગે તે જથ્થાને સીઝ કર્યું હતું. જેથી કુલ કિંમત 20 કરોડ જેટલી થવા જાય છે. જે મામલામાં કસ્ટમ એક્ટ સાથે પેટ્રોલીયમ એક્ટ પણ લગાવાઈ હતી. આ કિસ્સામાં નૈનીતાલ, દિલ્હી સહિતના સાત સ્થળોએ તપાસ હાથ ધરાઈ હતી.

તો બીજી તરફ ચીનથી આયાત થયેલા 6 જેટલા કન્ટેનરોની તપાસ કરાઈ હતી. જેમાં અંડર વેલ્યુએશન અને મીસ ડિક્લેરેશન સહિતના મામલાઓ હોવાનું સામે આવ્યું હતું. જેમાં કન્ટેનરમાં મોબાઈલ, ઈયર ફોન સહિતની વસ્તુઓ જાહેર કરાઈ હતી. તેને અંડર વેલ્યુએશન કરાઈ હોવાનું સ્પષ્ટ થયું હતું. જે મામલામાં કુલ 10 કરોડ જેટલો જથ્થો સીઝ કરાયો હોવાનું કસ્ટમના સતાવાર સુત્રોએ જણાવ્યું હતું. આમ આ બન્ને મામલામા કુલ 30 કરોડ જેટલાનો જથ્થો સીઝ કરવામાં આવતા ચકચાર મચી હતી.

અન્ય સમાચારો પણ છે...