ક્રાઇમ:જેલમાંથી 2 કેદી ભાગ્યા, પકડાઇ પણ ગયા

ગાંધીધામએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગળપાદર જેલની સુરક્ષા મુદ્દે સવાલ ઉભો કરતો ગંભીર બનાવ !

પૂર્વ કચ્છ જિલ્લાની ગળપાદર જેલમાંથી છતનો દરવાજો તોડી બે કાચા કામના કેદી ભાગી ગયા હોવના બનાવે જેલની સુરક્ષા મુદ્દે અનેક સવાલો ઉભા કરી દીધા છે. જો કે, આદિપુરના કેદીએ શિખવાડેલી ટ્રીક મુજબ ભાગવામાં સફળ રહેલા બે આરોપીઓ પકડાઇ જતાં જેલ વિભાગે હાશકારો અનુભવ્યો છે અને ઇન્ચાર્જ જેલ અધિક્ષકે એ-ડિવિઝન પોલીસ મથકે ત્રણે વિરૂધ્ધ ગુનો દાખલ કરાવ્યો છે.

ગળપાદર જેલના ઇન્ચાર્જ અધિક્ષક મનુભા જાડેજાએ દાખલ કરાવી ફરિયાદમાં તેમણે જણાવ્યું છે કે, તા.19/9 ના કંડલા મરિન પોલીસ મથકે અપહરણ પોક્સો એક્ટ હેઠળ નોંધાયેલા ગુનાના આરોપી મુળ મધ્યપ્રદેશના હાલે તુણા રહેતા રાહુલ સિયાચરણ દોહરે અને ભરત રામદયાલ દોહરેને ગળપાદર જેલ ખાતે ધકેલાયા બાદ તેમને ગાઇડલાઇન મુજબ જેલના ક્વોરોન્ટાઇન વિભાગ યોગ બેરેકમાં રખાયા હતા. જ્યાંથી આ બન્ને આરોપીઓ તા.26/9 ના યોગા બેરેકની છતના દરવાજાનો નકુચો તોડી નીચે કૂદ્યા હતા અને જેલની દિવાલ પાસે ગટરના ડકણાને રાખી દિવાલ ચડી ગયા બાદ વરસાદી પાણીના પાઇપમાં દોરી બાંધી બહાર ભાગી ગયા હતા.

જેમાંથી એક આરોપી કોટની દિવાલ તરફ ભાગ્યો હતો અને બીજો આરોપી જેલ ક્વાર્ટર તરફ ભાગ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ ભાગેલા બન્ને આરોપીઓની શોધખોળ ચાલુ કરાઇ હતી જેમાં રાહુલ સિયાચરણ દોહરેને જેલ નજીક આવેલી ઝૂંપડપટ્ટીમાંથી મળી આવ્યો હતો તો ભરત જેલના સ્ટાફ ક્વાર્ટર પાછળથી મળી આવ્યો હતો. પકડાયેલા બન્ને જણાએ આપેલા નિવેદમાં એમ જણાવ્યું હતું કે આદિપુર પોલીસ મથકે નોંધાયેલા ગુનામાં જેલમાં રહેલા કૃણાલ રાજુભાઇ ભીલ રાણાએ તેમને કઇ રીતે જેલમાંથી ભાગવું અને ક્યાંથી ભાગવું તે શીખવાડી મદદગારી પણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...