તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોગસ તબીબ:વરસામેડીમાં વધુ 2 બોગસ તબીબ 35 હજારના મુદ્દામાલ સાથે જબ્બે

ગાંધીધામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પૂર્વ કચ્છ એસઓજીએ પ્રમાણપત્ર વગરના ઉંટવૈદ્યો અંજાર પોલીસને સોંપ્યા

અંજારના વરસામેડી ખાતે બોગસ તબીબોનો જાણે રાફડો હોય તે રીતે પકડાઇ રહ્યા છે જેમાં પૂર્વ કચ્છ એસઓજીની ટીમે વધુ બે પ્રમાણપત્ર વગર પ્રેક્ટિસ કરતા બે બોગસ ડોક્ટરોને રૂ.35 હજારના સાધનો અને એલોપથીની દવાઓ સાથે પકડી લીધા હતા.

આ બાબતે પ્રાપ્ત વિગતો મુજબ, એસઓજીને મળેલી બાતમીના આધારે વરસામેડી ખાતે વોચ ગોઠવી પાડવામાં આવેલા આરોગ્ય વિભાગના ડો.વિદીશા પારગીને સાથે રાખેલા બે દરોડા પૈકી વરસામેડી ખાતે આવેલા શાંતિધામ-3 ના મકાન નંબર 22 માં રહેતા અને ગુજરાત મેડિકલ કાઉન્સીલના રજિસ્ટ્રેશન અંગેનું પ્રમાણપત્ર મેળવ્યા વગર ગેરકાયદેસર રીતે પ્રેક્ટિસ કરી રહેલા મુળ ઓરિસ્સાના ભાબરંજન ભાગીરથી શાહુને રૂ.22,169 ની કિંમતના તબીબી સાધનો અને એલોપથી દવાઓ સાથે પકડી લીધો હતો.

તો આ દરોડા બાદ શાંતિધામ પસાર કરીને માધવનગર મકાન નંબર 166 માં ગાંધીધામ સેક્ટર-7 માં રહેતા કલ્પેશ સુરેશભાઇ શ્રીમાળીની ક્લીનિક પર દરોડો પાડી તેઓ પણ કોઇ પણ પ્રમાણપત્ર વગર પ્રેક્ટિસ કરતા હોવાનું જાણવા મળતાં રૂ.13,355 ના સાધનો અને એલોપથીની દવાઓ જપ્ત કરી તેમને પણ રાઉન્ડઅપ કરી વધુ તપાસ માટે અંજાર પોલીસ મથકે સોંપ્યા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે અગાઉ પણ વરસામેડી ખાતેથી બે બોગસ તબીબો પકડી લેવાય છે વધુ બે પકડાતાં હજુ આ વિસ્તારમાં બોગસ તબીબો હોવાની ચર્ચાઓ સંભળાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...