તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:ગાંધી.-પૂરી ટ્રેનમાં 40 કિલો ગાંજા સાથે 2 દંપતિ પકડાયા

ગાંધીધામ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાતમીના આધારે એનસીબીનો આણંદમાં સપાટો
  • સંકુલમાં ભૂતકાળમાં માદક પદાર્થની આવાગમન આ રીતે કરાયાના બન્યા બનાવો

ગાંધીધામ-પુરી એક્સપ્રેસ ટ્રેનમાં ગાંજાનો જથ્થો ઓરિસ્સાથી ગુજરાત લઇ અવાઇ રહ્યો હોવાની બાતમીના આધારે અમદાવાદ એનસીબીની ટીમે બે દંપતિને આણંદ રેલ્વે સ્ટેશન પર 40 કિલો ગાંજા સાથે પકડી લીધા હતા. પ્રાપ્ત વિગતો મુજબ, પૂરી થી ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનમાં ગાંજાનો જથ્થો ગુજરાતમાં લઇ જવાઇ રહ્યો હોવાની બાતમી મુજબ અમદાવાદ એનસીબીની ટીમે આણંદ વોચ ગોઠવી હતી જેમાં આણંદ રેલ્વે સ્ટેશન પર ગાંધીધામ-પૂરી એક્સપ્રેસ ટ્રેનમાંથી ઉતરેલા ઓરિસ્સાના ગાંજામ ગામના અશોકા નાહક અને રાધાક્રિશ્નન સિંગાહને તેમજ બે મહિલા, બાળક સહિત કુલ ચાર જણાંને નાર્કોટીક્સ કંટ્રોલ બ્યૂરોની ટીમે ઝડપી પાડ્યા હતા.

તેમની પાસેથી રૂપિયા 10 લાખની કિંમતનું 40.110 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પ્રાથમિક પુછપરછમાં આ ગાંજાનો જથ્થો આણંદ ડીલીવરી કરવાનો હોવાનું જણાવ્યું હતું. આ ઘટનામાં ગાંધીધામ સંકુલનું કોઇ કનેક્શન નથી પણ ગાંધીધામમાં આ રીતે માદક પદાર્થની ખેપ ભૂતકાળમાં અનેક વખત પ્રકાશમાં આવી ચૂકી છે.

અન્ય સમાચારો પણ છે...