તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નગરપાલિકાના 13 વોર્ડની 52 બેઠક માટે 28 ફેબ્રુઆરીના મતદાનની પ્રક્રિયા હાથ ધરાનાર છે. સોમવારે ભરવામાં આવેલા ફોર્મની ચકાસણી ચૂંટણી અધિકારી જાડેજા અને ચાવડાએ અલગ અલગ રીતે વોર્ડ દીઠ શરૂ કરી હતી. સવારે 11 કલાકે ફોર્મની ચકાસણીની આ કામગીરી બપોર સુધી ચાલી હતી. ભાજપના શહેર પ્રમુખ પુનીત દુધરેજીયાના સોગંદનામામાં ફરિયાદની વિગત છુપાવી હોવાનો આક્ષેપ કરી કોંગ્રેસે ફોર્મ રદ કરવાની માંગ કરી હતી. જેની સામે ભાજપના આગેવાનો અને વકીલો દ્વારા હાઈકોર્ટના રૂલને ટાંકીને દલીલ કરવામાં આવી હતી. જેને લઈને ફોર્મ માન્ય રાખવામાં આવ્યુ હતું.
જોકે, સોગંદનામામાં વિગત છુપાવ્યાનો પ્રશ્ને રિપોર્ટ થાય તેવી સંભાવના છે. જ્યારે ભાજપના અન્ય નગરસેવક કમલ શર્માના ફોર્મમાં બે વોર્ડની યાદીમાં તેનું નામ હોવાનો કકળાટ આપ અને ભાજપના બળવાખોર રતિલાલ પરમાર દ્વારા કરાઈ હતી. જે વિરોધ માન્ય રાખવામાં આવ્યો ના હોવાના સંકેત મળે છે. ભાજપના ઉષા મીઠવાની સામે પણ કોર્ટ કેસની વિગત છુપાવી હોવાની અરજી આપ પાર્ટીએ કરી હતી. જેમાં કોર્ટમાં કેસ ચાલી ગયો હોઇ, કોઇ તકરાર ના હોઇ તેવી દલીલ ભાજપ દ્વારા કરવામાં આવતા, તેની દલીલ પણ માન્ય રાખી, તેમનું ઉમેદવારી પત્ર મંજુર કરવામાં આવ્યું હોવાના સંકેત મળે છે.
આ સહિતના ત્રણ ઉમેદવારોના ફોર્મ રદ કરવા જુદા જુદા પાસાઓ પણ પ્રકાશ ફેંકીને અન્ય પક્ષ દ્વારા ફરિયાદ કરી હતી પણ સુત્રોના દાવા મુજબ આવા કોઇ ફોર્મ અમાન્ય રાખવામાં આવ્યું નથી. મોડેથી બહાર પાડેલી યાદી પર જોવામાં આવે તો વોર્ડ નં. 1 થી 7માં 86 અને 8 થી 13માં 99માં ફોર્મ માન્ય રહ્યા છે. માન્ય રહેલા ઉમેદવારો પૈકી કેટલાક ખસેડવા માટે પરદા પાછળના ખેલ પણ શરૂ થઈ ગયા છે.
ભાજપને લાગે વળગે ત્યાં સુધી તેને નુકશાન થાય તેવા વોર્ડમાં અપક્ષ કે અન્ય પક્ષમાંથી ઉભા હોય તેને ખસેડવા પ્રયત્ન ચાલી રહ્યાના સંકેત મળી રહ્યા છે. કોંગ્રેસ પણ ભળેલા ઉમેદવારો ખસકી ના જાય તેની વોચ રાખવામાં આવી રહી છે. આમ છતાં તા. 16ના ઉમેદવારી પરત ખેંચવાના દિવસે પછી ક્યા વોર્ડમાં કેટલા ઉમેદવારો અને કોણ કોણ ટકરાશે તે સ્પષ્ટ થશે.
તાલુકામાં ભાજપ કોંગ્રેસ વચ્ચે અન્ય પણ મેદાનમાં
ગાંધીધામ તાલુકામાં ગળપાદર, પડાણા, મીઠીરોહર, ખારીરોહરના ભરાયેલા ફોર્મ પર નજર નાખવામાં આવે તો ભાજપ અને કોંગ્રેસ 8-8, સમાજવાદી,બીએસપી, આપ 1– 1 ફોર્મ મળી કુલ 20 ફોર્મ માન્ય રહ્યાના અહેવાલ મળી રહ્યા છે. ત્યારે તાલુકા વિકાસ અધિકારીની કિડાણા, અંતરજાળ, શિણાયની બેઠકના ફોર્મની વિગતો મોડે સુધી મળી નહતી. પરંતુ તેમા પણ સીધો જંગ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે થાય તેવા સંજોગો છે. જોકે, આજે ભાજપને બેઠક બીનહરીફ મળી રહે તેવી શક્યતા ઉભી થઈ છે, જેમાં પુર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી જુથે કરેલી મહેનતને લઈને આ બેઠક બીનહરીફ થઈ હોવાના રાજકીય ક્ષેત્રના લોકોનું અનુમાન છે.
અંતરજાળ 1ની બેઠક ભાજપને ફાળે ગઈ
તાલુકા પંચાયતની 16 અને જિલ્લા પંચાયતની બે બેઠકો માટે ભરાયેલી ફોર્મની ચકાસણી ચૂંટણી અધિકારી રમેશ વ્યાસ અને મામલતદાર ચીરાગ હીરવાણીયા દ્વારા અલગ અલગ રીતે ફોર્મની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ અંતરજાળ 1ની બેઠક પર કોંગ્રેસના ઉમેદવારના મેન્ડેટમાં અને ફોર્મમાં નામ અલગ અલગ જણાતા લક્ષ્મીબેન રમેશ મ્યાત્રા બીનહરીફ ચૂંટાયેલા જાહેર થાય તેવી શક્યતા ઉભી થાય છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.