કાર્યવાહી:18 ટ્રેક્ટર બાવળીયાનો કચરો દૂર કરાયાનો દાવો

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નગર પાલિકા દ્વારા 21 ઓકટોમ્બર સુધી ચલાવવાશે ઝુંબેશ : મોદીના જન્મદિવસથી શરૂ કરાઈ કામગીરી

નગરપાલિકા દ્વારા આજથી શરૂ કરવામાં આવેલી સફાઇ અભિયાન ઝૂંબેશમાં વોર્ડ નં.1માંથી 8 અને વોર્ડ નં.13માંથી 10 ટ્રેક્ટર કચરો, મલબો, બાવળીયા દૂર કરીને સફાઇ કરવામાં આવી હતી. પાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલા અભિયાનમાં રોટરીનગર ખાતે કેપીટીના જમીન પર બાવળીયા કટીંગના મુદ્દે થોડો ઘણો વિરોધ પણ થયો હતો. બન્ને ઓથોરીટિ સામે આમને સામને આવી હતી. બાવળીયા દૂર થાય તો દિવાલનું બાંધકામ થાય તે પહેલા લારી-ગલ્લા ધારકો આવી જાય તેવી દહેશત પણ વ્યક્ત કરીને ડીપીટી દ્વારા દલીલ કરાઇ હતી.

પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસ નિમિત્તે ગાંધીધામ નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 1થી 13 સુધી બધા વોર્ડમાં સફાઈ અભિયાન અંતર્ગત સાફ-સફાઈ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. એક મહિના ચલાવવામાં આવનારી આ ઝુંબેશમાં બે જેસીબી તથા 4 ટ્રેક્ટર દ્વારા ગાંધીધામ-આદિપુર ના તમામે તમામ વોર્ડમાં અને બધાએ એરિયામાં બાવળ કટીંગ વેસ્ટ મલબો તથા સફાઇ ઝુંબેશ કરવામાં આવશે .આ કાર્યક્રમ અંતર્ગત ગાંધીધામ મત વિસ્તારના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, ગાંધીધામ નગરપાલિકાના પ્રમુખ ઈશિતાબેન ટીલવાણિ, કારોબારી ચેરમેન પુનિતભાઈ દુધરેજીયા, શાસક પક્ષના નેતા વિજય સિંહ જાડેજા પ્રવીણ ઘેડા તથા નગરસેવકો મનોજ મુલચંદાની ભરત મીરાણી, મહેશ ગઢવી, કમલેશ પરીયાણી, સંજય ગર્ગ, મનોજ ચાવડા, મનિષા પટેલ, સરિતાબેન, ગીતાબેન ગણાત્રા, ચંદ્રિકાબેન દાફડા, મનિષા ધુવા સેનેટરી ઇન્સ્પેક્ટર કરણ ધૂવા તથા સેનિટેશન સ્ટાફ હાજર રહ્યો હતો.

દરમિયાન સેનિટેશન કમિટિના ચેરમેન કમલ શર્માએ દાવો કર્યો હતો કે, આજના પ્રથમ દિવસે વોર્ડ નં.1માંથી 8 અને વોર્ડ નં.13માંથી 10 ટ્રેક્ટર ભરાય તેટલા કચરો, મલબો, ઝાડી- ઝાંખરા દૂર કરવામાં આવ્યા હતા.

અસામાજિક પ્રવૃતિ ઘટે તેવો અંદાજ
ગાંધીધામ- આદિપુર સંકુલમાં ઠેર ઠેર બાવળિયાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. બાવળીયાની આડમાં કેટલાક સ્થળો પર અસામાજિક પ્રવૃતિઓ ફુલીફાલી રહી છે તેવી ફરિયાદો પણ વખતો વખત ઉઠી ચુકી છે. બાવળીયાનું જંગલ દૂર થતાં જ આ પ્રવૃતિ પર અંકુશ આવે તેવી સંભાવના નકારી શકાય તેમ નથી.

દરમિયાન જે રીતે નગરપાલિકા દ્વારા આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે તે ધોરણે ડીપીટીએ પણ પોતાના પ્લોટમાં થયેલા આડેધડ દબાણ અને બાવળીયાના જંગલને દૂર કરે તો સંકુલની કાયાપલટ થઇ શકે તેમ છે. ઉપરાંત એસઆરસીના કેટલાક પ્લોટમાં પણ આવી સ્થિતિ હોવાથી ત્રણેય ઓથોરીટિ સાથે મળીને જો યોગ્ય પગલા ભરે તો શહેર રળીયામણું થઇ શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...